ટેકનોલોજી

સાયન્સ સીટીની મુલાકાત સસ્તી બની, ૪૯૦ રૂપિયામાં જાેવા મળશે

અમદાવાદમાં નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કાૅંગેસના ઉદ્‌ઘાટનમાં હાજરી આપવા પહોંચેલા જીતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરી હતી. અને જણાવ્યું હતું કે સાયન્સ સીટી ખાતે ઘણા ઇનોવેશન કરવામાં આવ્યા છે. છેલ્લા ૬ મહિનામાં ૫ લાખથી વધારે લોકોએ સાયન્સ સીટીની મુલાકાત લીધી છે. જેને લઈને સરકારે ર્નિણય કર્યો છે કે, સામાન્ય રીતે સાયન્સ સીટીના તમામ સ્થળ જાેઈએ તો અંદાજે ૯૦૦ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. પરંતુ હવે ચાલુ દિવસમાં કોમ્બો ઓફર શરુ કરી છે. જે અંતર્ગત સાયન્સ સીટી ૪૯૦ રૂપિયામાં જાેવા મળશે. તો શનિ અને રવિવારે તેમજ જાહેર રજાના દિવસે ૬૯૯ રૂપિયામાં સાયન્સ સીટી જાેઈ શકાશે. વધુને વધુ લોકો મુલાકાતે આવે માટે રાજ્ય સરકારે ર્નિણય કર્યો છે.
અમદાવાદના સાયન્સ સિટી ખાતે આજથી ચાર દિવસ માટે ૨૯મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરવામાં આવી છે. વર્ચ્યુઅલ માધ્યમથી શરૂ થયેલી આ કોન્ફરન્સમાં દેશ વિદેશ અને રાજયના ૬૫૮ બાળ વૈજ્ઞાનિકો પોતાના સંશોધનો રજૂ કરશે. ૫૦૦થી વધુ શિક્ષકો તેમજ રાષ્ટ્રીય સલાહકાર સમિતિના સભ્યો આ કાર્યક્રમમાં જાેડાયા છે.
ભારત સહિત અન્ય દેશના ૧૫ વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. શિક્ષણ તેમજ સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી જીતુ વાઘણીએ આ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ કોન્ફરન્સનું ઉદ્‌ઘાટન કર્યું હતું. વધુમાં જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ૨૯મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતને યજમાન બનાવવા કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ અને વડાપ્રધાન મોદીનો આભાર માનું છું. વર્ચ્યુઅલી દેશભરમાંથી ૬૫૮ વિદ્યાર્થી અને ૧૮ ગલ્ફ કન્ટ્રીમાંથી ભાગ લીધો છે. અગાઉ દસ હજાર વિદ્યાર્થીએ ભાગ લીધો તેમાંથી ૨૩ની પસંદગી થઇ છે. આજથી નાના બાળ સાયન્ટિસ્ટ તેમના પ્રયોગ દેશ સમક્ષ રજૂ કરી તેના માટે મુખ્યમંત્રીએ પણ શુભકામના આપી છે. સવા ૫ લાખ વિદ્યાર્થી જાેડાયા તેના માટે વિજય નહેરાને અભિનંદન આપું છું.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button