જીવનશૈલી

૧૭ ફેબ્રુઆરીના રોજ રાજ્યના તમામ સીએનજી પંપ ત્રણ કલાક માટે બંધ રહેશે

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના દ્વારા મહત્વનો ર્નિણય કરવામાં આવ્યો છે.ઓઇલ કંપની અને ડીલર્સ વચ્ચે માર્જિનની માથાકૂટ ચાલી રહી છે. જાેકે ૧ જુલાઈ ૨૦૧૯માં માર્જિન વધારવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ૩૦ મહિના વીતી ગયા છે પરંતુ ઓઇલ કંપની દ્વારા માર્જિન વધારવામાં આવ્યુ નથી. અનેક વખતની રજુઆત બાદ કોઈ સમાધાન ન થતા ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા રાજ્યના તમામ ૧૨૦૦ સીએનજી પંપ પર ૧૭ ફેબ્રુઆરીના બપોરે ૧થી ૩ સીએનજી ગેસ વેચાણ બંધ રાખશે.
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર જણાવે છે કે, સીએનજીનું ડીલર માર્જિન ૧ જુલાઈ ૨૦૧૯ ના રોજ વધારવાનું નક્કી કર્યુ હતુ. જેને આજે ૩૦ મહિના થઇ ગયા છતાં ડીલર માર્જિનમાં કોઈ વધારો થયો નથી. જાેકે, અત્યારે ૧.૭૦ પૈસા માર્જિન મળે છે અને ૨.૫૦ પૈસા માર્જિન વધારવા માટેની માંગ કરવામાં આવી છે. પરંત ઓઇલ કંપનીને અનેક વખત રજુઆત કરવા છતાં માર્જિન વધારો કરવામાં આવ્યો નથી.
તેમણે વધુમાં જણાવ્યુ કે, જેના કારણે ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૨ના ગુજરાતના ૧૨૦૦ સીએનજી પંપ પર બપોરના ૧થી ૩ કલાક સુધી સીએનજીનું વેચાણ બંધ રાખવા ર્નિણય કરવામાં આવ્યો છે. તેમજ ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને ચીમકી ઉચારી છે કે, ગ્રાહકોને તકલીફ પડશે તો તેની તમામ જવાબદારી ઓઈલ કંપનીની રહેશે.ડીલર્સની માંગ છે કે, માર્જિનમાં વધારો થાય કે નહીં પરંતુ ૧૭ ફેબ્રુઆરીના સીએનજીનું વેચાણ ૧ થી ૩ કલાક બંધ રહેવાના કારણે સીએનજી વાહન ચાલકો મુશ્કેલી મુકાશે. ઇમરજન્સી કામ માટે બહાર નીકળી રહ્યા હશે અને ગાડીમાં ગેસ નહિ હોય તો મુશ્કેલી સર્જાશે. જાેકે, ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના ચીમકી બાદ કોઈ ર્નિણય ઓઇલ કંપની દ્વારા લે છે કે નહીં તે જાેવું રહ્યું.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button