કોંગ્રેસ છોડવાનો નિર્ણય લેનારાઓનું સ્વાગત અને આવનારાઓનું પણ. અશોક ગહલોત

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે કહ્યું છે કે કોંગ્રેસ આ દેશમાં આંદોલનની જેમ છે અને કેટલાક નેતાઓના છોડી જવાથી કોઇ ફર્ક પડતો નથી તેમણે કહ્યું કે કોંગ્રેસથી આવનારાઓના નિર્ણયનું પણ સ્વાગત છે અને જનારાઓનું પણ અને તેના પર વધુ ચર્ચા થવી જાેઇએ નહીં તેમણે એ દાવો કર્યો છે કે દેશમાં અશાંતિ તનાવ અને અવિશ્વાસનું વાતાવરણ છે અને તમામ કેન્દ્રીય સરકારી એજન્સીઓ દબાણમાં કામ કરી રહી છે.
ઉત્તરપ્રદેશ અને અન્ય ચાર રાજયોમાં વિધાનસભા ચુંટણી પહેલા કેટલાક નેતાઓ પાર્ટી છોડી જવાના નિર્ણય પર ગહલોતે કહ્યું કે કોંગ્રેસ એટલું મોટું સંગઠન છે કોંગ્રેસ દેશમાં એક આંદોલનની જેમ છે,તેનો ૧૩૫ વર્ષનો લાંબો ઇતિહાસ છે આ દરિયાની જેમ છે તેમાં પહેલા પણ અનેક મોટા મોટા લોકો ગયા અને તેમને પાછા આવવું પડયું તેનો ઇતિહાસ સાક્ષી છે.
અશોક ગહલોતે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીનુું દેશમાં પોતાનું એક આભામંડળ છે અને દેશમાં આજ એક પાર્ટી છે જે સમગ્ર દેશના દરેક ગામમાં,દરેક ઘરમાં મળશે કોઇ છોડી જાય તો કોઇ ફર્ક પડશે નહીં છોડી જવાના નિર્ણયનું સ્વાગત છે અને આવેલાનું પણ સ્વાગત છે હું સમજુ છું કે આ વાતોની વધુ ચર્ચા થવી જાેઇએ નહીં
મુખ્યમંત્રીએ કહ્યું કે આવનારા સમયમાં આપણે બંધારણને વધુ મજબુત કરવું પડશે તેમણે કહ્યું કે આજે બંધારણ હોય કે લોકતંત્ર હોય તેના માટે એવું વાતાવરણ બની ગયું છે કે ખબર નહીં કે આવનાર સમય કેવો હશે,તમામ એજન્સીઓ પર દબાણ છે પછી ભલે તે ન્યાયપાલિકા હોય કે અન્ય એજન્સીઓ અશાંતિનું વાતાવરણ છે અવિશ્વાસનું વાતાવરણ છે તનાવનું વાતાવરણ છે.