ગુજરાત

નંદેશરી GIDC માં આવેલ કલ્કી કેમિકલ ફરી સેફટી બાબતે નિષ્ક્રિય નીવડી

નંદેશરી GIDC માં આવેલ કલ્કી કેમિકલ ફરી સેફટી બાબતે નિષ્ક્રિય નીવડી

મળતી માહિતી આધારે રવિવારે તારીખ 17/03/2019 ના રોજ અચાનક એક કર્મચારી પર સેફટી ના અભાવે કેમિકલ આંખ માં પડ્યું હતું,
લક્ષ્મીનારાયણ સીસોદીયા નામે કર્મચારી જે કલ્કી કેમિકલ માં ફરક બજાવી રહ્યો હતો એ દરમ્યાન અચાનક કંપની ના સેફટી માં અભાવે કેમિકલ આંખ ના ભાગ માં પડતા કંપની માં ભાગદોડ થઈ હતી,

મળતી માહિતી આધારે કલ્કી કેમિકલ ના કર્મચારી ની આંખ માં કેમિકલ પડતા ની સાથે અન્ય કર્મચારીઓ દ્વારા સતત 1 થી 2 કલાક સુધી પાણી નો મારો આંખ ના ભાગ માં મારવામાં આવ્યો હતો, તેથી કર્મચારી લક્ષ્મીનારાયણ ને થોડો દર્દ ઓછો થયો હતો, પરંતુ કલ્કી કેમિકલ કંપની મેનેજમેન્ટ દ્વારા આ બનાવ ની જાણ બહાર ના આવે એ માટે કર્મચારી ને હોસ્પિટલ કે કોઈ બીજી જગ્યા એ લઈ જવામાં ન આવ્યો હતો,

વધુમાં કલ્કી કેમિકલ કંપની દ્વારા કર્મચારી ને રવિવારે કેમિકલ આંખ માં પડ્યું હતું અને આજ રોજ 2 દિવસ પછી ESI દવાખાને સારવાર કરવા જવાની પરવાનગી આપવામાં આવી હતી એવી પણ માહિતી મળી છે,

આવા કેટલાય બનાવો દબાવવા કંપની મેનેજમેન્ટ દ્વારા અવારનવાર પ્રયત્નો કરવામાં આવે છે,

આ પેહલા પણ આવા અનેક બનાવો કલ્કી કેમિકલ માં બન્યા હતા તેમાંનો એક બનાવ નામે સતીશ વિશ્વકર્મા નાઈટ વહેલી સવારે આશરે 5 થી 6 વાગ્યા ની આસપાસ કંપની માં ફરજ બજાવી રહ્યા હતા તે દરમિયાન મિથેલોન અને સાઈનાઈટ તેમની ઉપર પડવાથી તે બેશુદ્ધ થઈ ગયેલ અને તેમને સારવાર અર્થે ડોકટર જૈન નંદેશરી ખાતે ખસેડેલ , નંદેશરી ડોકટર જૈન એ વધારે ગેસ લાગ્યો હોવાથી મોટી હોસ્પિટલ નામે શ્રીજી છાણી લઈ જવાનું કિધેલ, તો સાથી કર્મચારી દ્વારા ગેસ લાગવાથી થી બેભાન થયેલ સતીશ વિશ્વકર્મા ને શ્રીજી હોસ્પિટલ લઇ ગયેલ,ત્યાં તેમનું સારવાર કરવામાં આવી અને તેમની તબિયત માં સુધારો આવ્યો, પછી તેમને હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા,

વધુ માં અવારનવાર આ કલ્કી કેમિકલ કંપની દ્વારા આવો રાસાયણિક જેરી ગેસ નંદેશરી GIDC માં છોડવામાં આવે છે,
અગાવ પણ આવા ગેસ લાગવાના ઘણા બનાવ બન્યા હતા તેમાં એક વ્યક્તિ નું મૃત્યુ પણ થયેલ,

GPCB દ્વારા ભૂતકાળ માં ઘણી વખત કલ્કિ કેમિકલ ને Closer Notice આપવામાં આવેલ,

વધુ માં આ મીથેલોન અને સાઈનાઈટ નો વપરાશ કરવાના પરવાના પણ કલ્કી કેમિકલ કંપની ધરાવે છે કે નહીં એ તપાસ નો વિષય છે,

રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button