રમત ગમત

ભારત ૨૦૨૩ના આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સત્રની મેજબાની અંતર્ગત મહત્વની જાહેરાત કરશે

ભારત વર્ષ ૨૦૨૩ના આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સત્રની મેજબાની મુંબઈ ખાતે કરવા માટે પોતાની બોલી પ્રસ્તુત કરશે.જેમાં આઈઓસીના સદસ્ય નીતા અંબાણી,ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ ડો.નરિંદર બત્રા,કેન્દ્રીય ખેલમંત્રી અનુરાગસિંહ ઠાકુર તેમજ ભારતના પ્રથમ વ્યક્તિગત ઓલિમ્પિક સુવર્ણ પદક વિજેતા અભિનવ બિંદ્રાની ઉપસ્થિતિવાળું ભારતીય પ્રતિનિધિમંડળ ચીનના બેઈજિંગ ખાતે ચાલી રહેલી શીતકાલીન ઓલિમ્પિક રમતોની સાથે સાથે આયોજિત થનારા ૧૩૯મા આઈઓસી સત્ર દરમિયાન આઈઓસી સદસ્યો સામે પ્રસ્તુતિ આપશે.મુંબઈમાં રિલાયન્સના જિયો વર્લ્‌ડ સેન્ટર ખાતે ઓલિમ્પિક્સ કમિટીની બેઠક યોજાશે જેના માટે આજે તારીખની જાહેરાત થઈ શકે છે.
અમદાવાદ ખાતે સ્પોર્ટ્‌સ કોમ્પલેક્ષનું નિર્માણ થઈ રહ્યું છે અને ભારત વર્ષ ૨૦૩૬માં અમદાવાદ ખાતે ઓલિમ્પિક માટે દાવેદારી કરવાની તૈયારી કરી રહ્યું છે.ભારતે છેલ્લે ઇસ.૧૯૮૩માં દિલ્હી ખાતે સત્રની મેજબાની કરી હતી.આઈઓસીમાં મતદાનના અધિકારવાળા કુલ ૧૦૧ સદસ્ય છે.તે સિવાય તેના ૪૫ માનદ સદસ્ય છે જેમને મતદાનનો અધિકાર નથી

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button