મનોરંજન

તારક મહેતાની બબીતાજીએ શરૂ નવો બિઝનેસ કયા

બોલીવુડ અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના અનેક કલાકાર એવા છે જે એક્ટિંગની સાથે સાથે બિઝનેસમાં પણ સારી એવી કમાણી કરી રહ્યા છે. હવે આ યાદીમાં એક નવું નામ જાેડાઈ ગયું છે. અને તે બીજું કોઈ નહીં પરંતુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરતી બબિતા એટલે મુનમુન દત્તા છે. તેણે પોતાની યુ-ટ્યૂબ ચેનલ પર ફેન્સને મોટા અને સારા સમાચાર આપ્યા છે. જેને જાણ્યા પછી અભિનેત્રીના ફેન્સ ઘણા ખુશ થવાના છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતીજીનો રોલ કરનારી મુનમુન દત્તાની એક્ટિંગથી આપણે વાકેફ છીએ. પરંતુ હવે મુનમુને પોતાની કારકિર્દીમાં એક મોટો ર્નિણય કર્યો છે. મુનમુન હવે માત્ર એક અભિનેત્રી અને બ્લોગર રહી નથી. તે હવે બિઝનેસ વુમન પણ બની ગઈ છે. યુ-ટ્યૂબ ચેનલ પર મુનમુને બધાને ગુડ ન્યૂઝ શેર કરતાં જણાવ્યું કે તે ફૂડ બિઝનેસમાં એન્ટ્રી લઈ ચૂકી છે.
મુનમુન ખાવા-પીવાની વસ્તુઓને લઈને ઘણી પેશનેટ છે. એટલે તેણે ફૂડ બિઝનેસની શરૂઆત કરી છે. જાેતે આ બિઝનેસમાં તે એકલી નથી. આ કામ તેણે પોતાના રાખી ભાઈ અને રેડ ચિલી એન્ટરટેઈનમેન્ટના ઓનર કેયુર શેઠની સાથે શરૂ કર્યું છે. મુનમુન તેને લગભગ ૧૪ વર્ષથી ઓળખે છે. ભાઈ-બહેનનો આ સંબંધ હવે બિઝનેસની ઉંચાઈઓને પણ સ્પર્શ કરશે.
વીડિયોમાં વાત કરતાં મુનમુન જણાવે છે કે આ એક ક્લાઉડ કિચન છે. જેમાં ફેબ૮૭, મોન્ક સ્પૂન અને થેપલા, બોલીવુડ જ્યુસ ફેક્ટરી વગેરે છે. તેના પર વાત કરતાં અભિનેત્રીએ વેન્ચર લોન્ચના પાછળના દ્રશ્યો પણ બતાવ્યા. જેને જાેઈને લાગે છે કે મુનમુન પોતાના કામને લઈને કેટલી એક્સાઈટેડ અને ઝનૂનથી ભરેલી છે. મુનમુનની બધી પ્રોડક્ટ્‌સ ઝોમેટો અને સ્વિગી પર પણ ઉપલબ્ધ છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button