ક્રાઇમ

મોબાઈલમાં એપ ડાઉનલોડ કરાવીને ખાતામાંથી ૬.૮૮ લાખ ઉપાડી લીધા

ભાવનગરના વેપારી સાથે હિન્દીભાષી શખસે ફોન પર મોબાઈલમાં એપ્લીકેશન ડાઉનલોડ કરાવીને ખાતામાંથી રૂપિયા ૬.૮૮ લાખ ઉપાડી લીધા હતા. આ અંગે સાઈબર ક્રાઈમ નીચે ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ છે.શહેરના હિલડ્રાઈવ પ્લોટ નં.૨૨૧૬ કે, માં રહેતા કમલેશભાઈ તિરથદાસ નરશીયનએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તે હોલસેલ ઓટો પાર્ટનો ધંધો કરે છે. વાઘાવાડી રોડ પર એચડીએફસીમાં બેન્ક એકાઉન્ટ છે. જે જાેઈન્ટ સેવિંગ એકાઉન્ટ છે.
બેન્ક દ્વારા ક્રેડીટ કાર્ય અપાયું છે. જેમાંથી તે ખરીદી કરે છે. તેના તેને પોઈન્ટ મળે છે. વેપારી કમલેશભાઈએ કુપન જનરેટ કરવાની પ્રોસીઝર કરી હતી, પરંતુ તેમા કુપન જનરેટ કરવામાં કોઈ ક્ષતિ થઈ હતી, જેથી કુપન રદ કરવામાં માટે ગુગલમાં એચડીએફસી સપોર્ટ કમ્પલેઈન કરવા માટે નંબર સર્ચ કર્યો હતો. તેમાંથી એક નંબર મળ્યો હતો જેમાં ફોન કર્યો એટલે સામેથી જવાબ મળ્યો હું તમને સામેથી ફોન કરૃં છું.
દરમિયાનમાં મો. ૯૮૩૨૯૧૧૩૩૧ ઉપરથી ફોન આવ્યો હતો. અને કહ્યું હતું તમારે કુપન રદ કરવા માટે તમારા મોબાઈલ ફોનમાં એનીડેસ્ક એપ્લીકેશન ડાઉનલોડ કરવી પડશે. જેથી વેપારીએ એપ ડાઉનલોડ કરી હતી. બાદમાં ફોનમાં રુપિયા ૨૫,૦૦૦ ડેબીટ થયા હોવાનો મેસેજ આવ્યો હતો. જેથી વેપારીએ સામેવાળાએ પુછયું કે મારા ખાતામાંથી કેમ ડેબીટ થયા? તેણે કહ્યું તમારા રૂપિયા આવી જશે. થોડી વાર પછી ઘણા બધા રૂપિયા ડેબીટ થયાના મેસેજ આવ્યા હતા. જેથી વેપારીએ ફોન કાપી નાખ્યો.
એચડીએફસી બેન્ક એકાઉન્ટ તથા ક્રેડીટ કાર્ડ અને ડેબીટ કાર્ડ બ્લોક કરવા બેન્કના ફોન બેન્કીંગમાં જાણ કરીને તમામ બ્લોક કરી દિધા હતા. થોડી વાર પછી ફોન નં. ૭૫૪૮૯૮૭૨૩૧ ઉપરથી ફોન આવ્યો હતો. અને કહ્યું તમે ફોન કાપી નાખેલ છે. એટલે રકમ પરત કરવા વેપારીએ કહીંને ફોન કાપી નાખ્યો હતો. અને ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બીજા દિવસે બેન્ક ખાતાનું સ્ટેટમેન્ટ કઢાવીને તપાસ કરતા એકાઉન્ટ નંબર ૦૧૩૭૧૦૫૦ ૦૨૪૧૫૬માંથી કુલ રૂપિયા ૨,૦૦૦૦૦ તથા ખાતા નંબર ૦૧૩૭૧૦૦૦૧૦૯૮૮૦ માંથી રૂપિયા ૪,૮૮,૪૮૯ ડેબીટ થઈ ગયા હતા. આ અંગે અજાણ્યા હિન્દીભાષી શખસની સામે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button