ગુજરાત

૨ માર્ચથી યોજાનારા બજેટ સત્રમાં મેડિકલ ટુરિઝમ બીલ રજૂ થશ

ગુજરાત વિધાનસભાનું ૨ માર્ચથી બજેટ સત્ર યોજાવાનું છે. ત્યારે આ બજેટ સત્રમાં રાજ્યનો મોટી ભેટ મળશે. બજેટ સત્રમાં રાજ્યમાં નવી મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના અંગે જાહેરાત કરાશે. અત્યાર સુધી ગુજરાતમાં મેડિકલ યુનીવર્સિટી નથી. ત્યારે રાજ્યમાં મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના થશે. રાજ્યની બધી જ મેડિકલ અને પેરા મેડિકલ કોલેજ આ મેડિકલ યુનિવર્સિટીનાં નેજા હેઠળ આવશે.
રાજ્યમાં મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના બાદ વિદ્યાર્થીઓને હવે મેડિકલ યુનિવર્સિટીની જ ડિગ્રી મળશે. પહેલા વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજાે ગુજરાત અને સોરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન હોય તો તે જ કોલેજ યુનિવર્સિટીની ડિગ્રી મળતી હતીઆગામી બજેટમાં મેડિકલ ટુરિઝમનાં વિકસાવવા માટે મેડિકલ ટુરિઝમ બીલ પણ રજૂ થશે. હાલ રાજ્યમાં સરકારી, ગ્રાન્ટેડ અને ર્સ્વનિભર મેડિકલ ડેન્ટલની ૪૩ કોલેજની ૬૭૦૦ બેઠક અને પેરા મેડિકલની ૬૬૪ કોલેજની ૨૬૪૧૫ બેઠક મળી ૩૩ હજાર ૧૧૫ બેઠકોનું વ્યવસ્થાપન છે.
મેડિકલના વિદ્યાર્થીઓ માટે મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના એ ખૂબ મહત્વની બની રહેશે. મેડિકલ ક્ષેત્રની જ યુનિવર્સિટી હોવાથી તેમના કેટલાક પ્રશ્નોનું નિરાકરણ આવી શકશે. અત્યાર સુધી ગુજરાતમાં મેડિકલ યુનીવર્સિટી ન હોવાથી કેટલાક પ્રશ્નોના નિરાકરણ આવતા ન હતા. જાે કે હવે રાજ્યની બધી જ મેડિકલ અને પેરા મેડિકલ કોલેજ આ મેડિકલ યુનિવર્સિટીનાં નેજા હેઠળ આવતી હોવાથી મેડિકલના વિદ્યાર્થીઓને રાહત મળશે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button