અનુષ્કા શર્માએ શરૂ કરી આગામી ફિલ્મ ‘ચકડા એક્સપ્રેસ’ માટેની ટ્રેનિંગ

અનુષ્કા શર્માએ માતા બન્યા બાદ પોતાના કરિયરમાં એક લાંબો બ્રેક લીધો હતો. જાેકે હવે તેણે તેની આગામી ફિલ્મ માટે કામ શરૂ કરી દીધુ છે. ખરેખર, તેણે હાલમાં જ એક ફિલ્મ માટે ટ્રેનિંગ શરૂ કરી છે. અનુષ્કા શર્માએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેની આગામી ફિલ્મ ભારતની પ્રખ્યાત મહિલા ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીની સફર પર આધારિત હશે.
અભિનેત્રીએ હવે આ બાયોપિક માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે, આ બાયોપિકનું નામ ‘ચકડા એક્સપ્રેસ’ રાખવામાં આવ્યું છે. અભિનેત્રી ક્રિકેટરના રોલ માટે ટ્રેનિંગ કરતી જાેવા મળી હતી. અનુષ્કાએ બ્લેક એન્ડ પિંક એથ્લેઝર પહેર્યું હતું અને તે કોચ સાથે ટ્રેનિંગ કરતી જાેવા મળી હતી.
‘ચકડા એક્સપ્રેસ’ની જાહેરાત કરતા, અનુષ્કાએ આ વર્ષની શરૂઆતમાં પોસ્ટ શેર કરતા કહ્યુ કે, “તે ખરેખર એક ખાસ ફિલ્મ છે કારણ કે તે જબરદસ્ત બલિદાનની વાર્તા છે. ચકડા એક્સપ્રેસ ભૂતપૂર્વ ભારતીય મહિલા કપ્તાન ઝુલન ગોસ્વામીના જીવનથી પ્રેરિત છે. એવા સમયે ઝુલને ક્રિકેટર બનવાનું અને વૈશ્વિક મંચ પર પોતાના દેશને ગૌરવ અપાવવાનું નક્કી કર્યું, જ્યારે મહિલાઓ માટે આ રમત રમવાનું વિચારવું પણ મુશ્કેલ હતું.
આ ફિલ્મ તેના જીવન અને કરિયર પર આધારિત હશે. સપોર્ટ સિસ્ટમથી લઈને સુવિધાઓ સુધી, રમત રમવાથી લઈને સ્થિર આવક સુધી, ક્રિકેટમાં ભવિષ્ય બનાવવા માટે પણ, ભારતની મહિલાઓને ક્રિકેટને વ્યવસાય તરીકે લેવા માટે ઓછી પ્રેરણા મળે છે. ઝુલનની ક્રિકેટ કારકિર્દી સંઘર્ષમય અને અત્યંત અનિશ્ચિત હતી અને તેને તેના દેશને ગૌરવ અપાવવાની પ્રેરણા મળી હતી.
તેણે એવી સ્ટીરિયોટાઇપ બદલવાનો પ્રયાસ કર્યો કે મહિલાઓ ભારતમાં ક્રિકેટ રમીને કારકિર્દી બનાવી શકતી નથી જેથી છોકરીઓની આગામી પેઢીને વધુ સારું રમતનું મેદાન મળી શકે. તેનું જીવન એ હકીકતનું જીવંત સાક્ષી છે કે જુસ્સો અને દ્રઢતાનો વિજય થાય છે‘ચકડા એક્સપ્રેસ’ અનુષ્કા શર્મા અને તેના ભાઈ કર્ણેશ શર્માના પ્રોડક્શન હાઉસ ક્લીન સ્લેટ ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવી રહી છે. આ બાયોપિક પ્રોસિત રોય દ્વારા નિર્દેશિત કરવામાં આવશે અને ૨૦૨૨ ના બીજા ભાગમાં સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.