ભટ્ટી ગેંગનો સુત્રધાર તેનાં ૭ સાગરિતો સહિત હિમતનગરથી ઝડપાયો
સાબરકાંઠા જીલ્લા સહિત ગુજરાતનાં અરવલ્લી, ખેડા, નડિયાદ અને આણંદ સહિતના જિલ્લાઓમાં ચોરીનાં ગુનાઓને અંજામ આપતી ભટ્ટી ગેંગના આરોપીઓની સાબરકાંઠા એલસીબીએ અટકાયત કરી છે. પોલીસને બાતમી મળી હતી કે હુસેન બીલ્લો અને જાહિર ટુ હો બીજા માણસો સાથે બે ગાડીઓ લઈ હિંમતનગરનાં પરબડા નદીના પટમાં છે અને તેઓ ત્યા ગાડીઓમાંથી વસ્તુઓની આપલે કરી રહ્યા છે
આ ગાડીમાં હિંમતનગર શહેરમાંથી ચોરી કરેલ મુદ્દામાલ પણ તેમની સાથે છે. પોલીસે નદીના પટમાં તપાસ કરતા બે શંકાસ્પદ ગાડીઓ ઉભી હોવાનું નજર આવ્યું હતું. જે બાદ આ ગાડીઓ પર પોલીસ ત્રાટ્કી હતી. અને તેમાંતી આઠ ગુંડ્ડા તત્વોની અટકાયત કરીને બે કાર સહિત ૮,૮૬,૨૯૬ નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ પાસેથી સોનાના દાગીના, લેપટોપ, કેમેરો, એસીનાં આઉટર સહિતનાં ઘણાં બધી વસ્તુઓ મળી આવી હતી.
સાબરકાંઠાનાં ડીવાયએસપી મીનાક્ષી પટેલનાં જણાવ્યાં અનુસાર, આ ભટ્ટી ગેંગ અનેક જિલ્લાઓમાં ગુનાઓેને અંજામ આપતી રહી છે આમ તો આ આરોપીઓ અલગ અલગ જગ્યાઓ પર જતા હતા અને ચોરી કરવા માટે તેમની જાણીતી જગ્યાઓ બતાવતા હતા અને નવી ગેંગના મેમ્બર બનાવી ઝડપાયેલ હથિયારનો ઉપયોગ કરીને આણંદ, નડિયાદ, સાબરકાંઠા, અરવલ્લી જેવા જિલ્લાઓમાં ચોરીઓને અંજામ આપતા હતાં. અને ચોરી કરવા માટે પોતે ફોર વ્હિલર ગાડીઓનો ઉપયોગ કરે છે.
જેથી પોલીસને અને સામાન્ય જનતાને તેમના તેમના પર શક કે વહેમ ન જાય તે રીતે પોતાના કામને અંજામ આપી શકે. આમ તો આ પકડાયેલ તમામ આરોપીઓ ખુબજ ઝનુની અને માથાભારે સ્વભાવના છે જેથી પોલીસે આ તમામની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
હાલ તો પોલીસે ૧૧માંથી ૮ આરોપીઓની અટકાયત કરી છે પરંતુ હિંમતનગર શહેરમાં ચડ્ડી બનીયાન ગેંગ દ્રારા તરખાટ મચાવવામાં આવ્યો હતો અને ઝ્રઝ્ર્ફ કેમેરામાં આ તમામ આરોપીઓ કેદ થઇ ગયા છે ત્યારે હવે સ્થાનિકની પણ માંગ ઉઠી છે કે આ તમામ આરોપીઓને પણ ઝડપથી સળીયા પાછળ કરવામાં આવે.