અમદાવાદ બ્લાસ્ટ કેસ / ૩૮ આરોપીઓની ફાંસીની સજા વિરુદ્ધ જમીયત ઉલેમા-એ-હિંદ હાઇકોર્ટ જશે.
અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના કેસમાં સ્પેશિયલ કોર્ટે સંભળાયેલા ર્નિણયને જમીયત ઉલેમા-એ-હિંદ ના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ અવિશ્વશનીય ગણાવતા કહ્યું કે, હવે આ કેસમાં જમીયત તેને આગળ લઈ જશે અને હાઈકોર્ટનો દરવાજાે ખખડાવશે.
મૌલાના અરશદ મદનીએ કહ્યું કે દેશના નામાંકિત વકીલો આ મામલે હાઈકોર્ટમાં બચાવ કરશે, અમને ખાતરી છે કે આમાં ન્યાય મળશે, તેમણે અક્ષરધામ મંદિર પર હુમલાનું ઉદાહરણ આપતા કહ્યું કે નીચલી અદાલતે ત્રણ લોકોને ફાંસી આપી છે. ચાર લોકોને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ સર્વોચ્ચ અદાલતે તમામ લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા.
તેમનું કહેવું છે કે બોમ્બ બ્લાસ્ટ જેવા મોટા ભાગના ગંભીર મામલામાં નીચલી કોર્ટ કડક ર્નિણયો આપે છે, પરંતુ આરોપીઓને ઘણીવાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળે છે, મદનીએ કહ્યું કે જાે જરૂર પડશે તો જમીયત આ મામલે સુપ્રીમ કોર્ટમાં જશે. .
નોંધનીય છે કે ગુજરાતના અમદાવાદમાં ૨૦૦૮માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના ૪૯ દોષિતોને વિશેષ અદાલતે સજા સંભળાવી છે, જેમાંથી ૩૮ને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે, જ્યારે ૧૧ને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. આ કેસમાં એક મોટો ખુલાસો એ પણ સામે આવ્યો છે કે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને આ સમયે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કાવતરાખોરોના નિશાના પર હતા. તેમને મારી નાખવાનું કાવતરું પણ ઘડ્યું હતું.
કોર્ટે આ કેસમાં દોષિતોને સજા સંભળાવ્યા બાદ સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે મીડિયાને જણાવ્યું હતું કે, અશાંતિ ફેલાવવા ઉપરાંત કાવતરાખોરોએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાનું ષડયંત્ર પણ ઘડ્યું હતું. ૨૦૧૦ માં, ગુજરાત પોલીસે આ કેસમાં દાખલ કરેલી ચાર્જશીટમાં ખુલાસો થયો હતો કે ગુનેગારોએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું પણ ઘડ્યું હતું, જેઓ હવે દેશના વડાપ્રધાન છે.