જી.ટી.યુ. આંતર ઝોનલ મલખમ સ્પર્ધામાં એસવીઆઇટીની ટીમનો ભવ્ય વિજય.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના નેજા હેઠળ આવતી એન્જીનીયરીંગ, ફાર્મસી, એમબીએ અને એમસીએ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઇઓ બહેનો માટે ભારતીય રમત મલખમ ની સ્પર્ધાનું આયોજન તાજેતરમાં જીટીયુ દ્વારા ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મહેસાણા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સ્પર્ધામાં મુખ્ય પંચ અને સિલેક્ટર તરીકે રાહુલ ચોકસી (સેક્રેટરી,જીએસએમએ) અને ડૉ. વિપુલ ચૌહાન (ડીપીઈ,નવજીવન કોલેજ, દાહોદ) ની ટીમે સેવાઓ આપી હતી અને સ્પર્ધા ને સફળ બનાવવા માં સિંહફાળો આપ્યો હતો. સમગ્ર સ્પર્ધાનું સંચાલન ડૉ.નરહરીપ્રસાદ સાધુ દ્વારા કરવામાં આવ્યું હતું.
જીટીયુ દ્વારા ભારતીય દેશી રમત મલખમનું પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું હતું. એસવીઆઈટી વાસદની બહેનોએ સુંદર પ્રદર્શન કરતાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે ભાઈઓની સ્પર્ધામાં એસવીઆઇટી ના ખેલાડીઓ ઉપર વિજેતા રહ્યા હતા.
જીટીયુની આંતર યુનિવર્સિટી મલખમ સ્પર્ધા માટે ટીમની પસંદગી કરવામાં આવી હતી જેમાં બહેનોમાં દ્રષ્ટિ મોહિતે અને ભાઈઓમાં યોગ સલિયા ની કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી છે.આ ઉપરાંત એસવીઆઈટી ની બે બહેનો અને બે ભાઈઓની પણ ટીમમાં પસંદગી કરવામાં આવી છે.
એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષશ્રી રોનક કુમાર પટેલ, ઉપાધ્યક્ષ શ્રી હાર્દિક કુમાર પટેલ, મંત્રી શ્રી ગૌરાંગભાઇ પટેલ, સહ મંત્રી શ્રી નૈતિક પટેલ, ખજાનચી શ્રી અલ્પેશ ભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ પટેલ, આચાર્ય ડૉ. એસ.ડી.ટોલીવાલ અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી ડૉ.વિકાશ અગ્રવાલ (સ્પોર્ટ્સ ડાયરેક્ટર) અને ખૂબ સુંદર પ્રદર્શન કરી વિજેતા થયેલ સર્વે ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી.
ડૉ. એસ.ડી. ટોલીવાલ
આચાર્ય
એસ.વી.આઇ.ટી.