દ્વારકામાં કોંગ્રેસની શિબિરમાં ‘મહામંથન’, ૨૦૨૨માં કોંગ્રેસની સરકાર બન્યા બાદ વચનોની કરીશું જાહેરાતઃ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે હવે કમર કસી છે એક તરફ નેતાઓ કોંગ્રેસ છોડી રહયા છે ત્યારે બીજી તરફ પ્રદેશ કોંગ્રેસે હવે ડેમેજ કંટ્રોલની સાથે સંગઠનને મજબુત બનાવવા પ્રયાસો શરુ કર્યા છે. આગામી તા. ૨૫ ફેબ્રુઆરીથી ત્રણ દિવસ સુધી દ્વારકા ખાતે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ છે. આ શિબિરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આવી રહયા હોવાથી કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહયો છે.
ગુજરાત કોંગ્રેસના ૪૦૦ થી વધુ નેતા, હોદ્દેદારો પણ હાજર રહેશે. ચિંતન શિબિર અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે કુલ ૫૦૦ ડેલીગેટ સાથે કોંગ્રેસની શિબિર યોજાશે. રાહુલ ગાંધી પણ શિબિરમાં જાેડાશે. રાહુલ ગાંધી ૨૫ ફેબ્રુઆરી સવારે ૮ વાગે દ્વારકાધીશના દર્શન કરશે. ૧૦ વાગ્યાથી કોંગ્રેસની શિબિ શરૂ થશે . ૧૮૮૫થી અત્યાર સુધી ભારત નિર્માણમાં કોંગ્રેસની ભૂમિકા અંગે પ્રથમ સેશન છે. કુલ ૧૪ વિષય પર ચિંતન શિબિરમાં ચર્ચા થશે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની આક્રમકતા અંગે ચર્ચા થશે. ગુજરાતના તમામ મુદ્દાઓ અને વ્યૂહરચના અંગે ચર્ચા થશે. મહિલા અત્યાચાર, ભ્રષ્ટાચાર મુદ્દાઓ પર ચર્ચા, વ્યૂહરચના ઘડાશે. તેમજ શિક્ષણ, બેરોજગારી મુદ્દાઓ પર ચર્ચા, વ્યૂહરચના ઘડાશે. આ અંગે ૨૭ ફેબ્રુઆરીએ દ્વારકા ડિકલેરેશન કરવામાં આવશે. તેમજ ૫ માર્ચ થી ૨૦૨૨ સુધી કોની શું ભૂમિકા હશે એ નક્કી કરીશું. અને ૨૦૨૨ માં સરકાર બન્યા બાદ વચનોની ઘોષણા કરવામાં આવશે.
અમદાવાદ મહાનગર પાલિકાના વિપક્ષનાં નેતા તરીકે ટર્મ પૂરી કરનારા દિનેશ શર્માએ બગાવતી તેવર દર્શાવતા કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું હતું. પ્રદેશ કોન્ગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ ભાજપામાં જતા હવે નગર કક્ષાએ કોંગ્રેસમાં વિરોધી બ્યુગલ ફૂંકાવા લાગ્યા છે. દિનેશ શર્મા એ કોંગ્રેસ છોડતા ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પર આરોપ લગાવ્યા હતા. દિનેશ શર્માના આરોપો બાદ ધારાસભ્ય હિંમતસિંહ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ દિનેશ શર્માને ઓળખ આપી લાયક બનાવ્યા છે. પાર્ટીમાં અવગણના હોય તો આંતરિક ચર્ચા કરવી જાેઈએ. આજે તેમના નિવેદન અપરિપક્વ અને સંસ્કારહીન છે. હિંમત સિંહે કહ્યું કે, મર્યાદિત સીટોમાં લોકો મનમાની કરે એ ન ચલાવી લેવાય. હોદ્દા, ટિકિટોમાં ક્યારેક ને ક્યારેક બ્રેક લાગતી હોય છે. અનેક દાવેદારો વચ્ચે પદ તો કોઈ એકને જ મળે છે. પદ ન આપે એટલે પાર્ટી વિશે એલફેલ બોલવું અયોગ્ય છે. એવું તો શું થઈ ગયું કે તમે તાત્કાલિક બદલાઈ ગયા. તો દિનેશ શર્મા ના રાજીનામાં બાદ કોંગ્રેસ નેતાઓ આક્રમક પ્રતિક્રિયા આપી રહ્યા છે. હિંમતસિંહ પટેલ બાદ ઇન્દ્રવિજયસિંહ ગોહિલનું દિનેશ શર્મા પર નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, દિનેશ શર્માને કોંગ્રેસે ૫ વાર મનપામાં ટીકીટ અને કમિટીમાં સ્થાન આપ્યું છે. અમદાવાદ કોંગ્રેસમાં હું ઈચ્છું એટલું જ થાય એ માનસિકતા ખોટી છે. મનમાની કરનાર નેતાઓને કોંગ્રેસ તાબે નહીં થાય. આમ જુઓ તો રાહુલ ગાંધી તાલુકા કક્ષાના નેતાઓને પણ દ્વારકામાં મળવાના જ છે. દિનેશ શર્મા ઈચ્છે તો દ્વારકામાં રાહુલ ગાંધી સાથે વાત કરી શક્યા હોત.પરંતુ તેઓ પહેલા થી જ નક્કી કરી ચુક્યા હતા એટલે આવી નિવેદનબાજી કરે છે. રાહુલ ગાંધી, રઘુ શર્મા વિશે આવા નિવેદનો ક્યારેય ચલાવી ના લેવાય અને કોંગ્રેસ આવા નેતાઓના દબાવમાં નહીં આવે. અત્યાર સુધી તેઓ દબાણ ની રાજનીતિ કરી શકતા હતા પરંતુ હવે લડવાની માનસિકતા ના ધરાવનાર સામે કોંગ્રેસ ઝુકશે નહીં.