રાજકારણ

ખેડાના માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ રાજીનામાની ઉચ્ચારી ચીમકી ઉચ્ચારી

માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી રાજીનામું આપવાની વાત વહેતી થતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. સૂત્રો પાસેથી મળતી અને અંદરની માહિતી પ્રમાણે લીંબાસીમાં કેસરીસિંહના પિતાને કોઈકની સાથે ઝઘડો થયો હતો અને આ કેસમાં પોલીસે કોઈ કાર્યવાહી ના કરતાં કેસરીસિંહ નારાજ થયા છે અને તેમણે પક્ષમાંથી રાજીનામું આપવાની વાત કરી છે. ભૂતકાળમાં પણ કેસરીસિંહ પોલીસથી નારાજ હતા.
મળતી માહિતી પ્રમાણે માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ભાજપને રાજીનામુ આપી દેવાની ધમકી આપી છે. સરિસિંહ સોલંકીના પિતા સાથે ખેતરમાં ચાર લોકો સાથે ગત ૮ તારીખે ઝગડો થયો હતો. ત્યારબાદ કેસરીસિંહ સોલંકીના પિતાએ લીંબાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ૧૫ દિવસનો સમય વીતવા છતાં અને આરોપીઓ ગામમાં હોવા છતાં પોલીસ દ્વારા આરોપીઓને છાવરવામાં આવતા ધારાસભ્યએ રાજીનામુ આપવાની ધમકી આપી છે.
ખેડા જિલ્લામાં માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહએ રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી છે,કેસરીસિંહ પોલીસતંત્રથી નારાજ હોવાનું બહાર આવ્યું છે. પોલીસ સક્રીય ભૂમિકા ન ભજવતા તે નારાજ થયા હતા અને વિસ્ફોટક નિવેદન આપ્યો હતો કે ગુજરાતમાં અધિકારીઓનું રાજ ચાલે છે,ધારાસભ્યની વાત પણ નથી સાંભળતી પોલીસ.તેથી તેમણે રાજીનામું આપવાની ચીમકી આપી છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button