રાજકારણ

ભાજપે ટિકિટ ન આપી તો મહિલા સાંસદનો પુત્ર અખિલેશ કેમ્પમાં પહોંચી ગયા

ભાજપ સાંસદ રીટા બહુગુણા જાેશીના પુત્ર મયંક જાેશી સપાના વડા અખિલેશ યાદવને મળ્યા હતા. જેના કારણે ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાયું છે. જાે કે આ બેઠકને સૌજન્ય મુલાકાત તરીકે વર્ણવવામાં આવી રહી છે, પરંતુ તેના રાજકીય હેતુઓ સ્પષ્ટ છે. એવું પુરવાર થઈ રહ્યું છે. અખિલેશે જે રીતે તેમની સાથે મયંક જાેશીની તસવીર શેર કરી છે, તેને લખનૌથી પ્રયાગરાજ સુધીના સમીકરણને ઠીક કરવાનો દાવ માનવામાં આવી રહ્યો છે.
આવી ચર્ચા ઉત્તર પ્રદેશના રાજકારણમાં થઈ રહી છે. ભાજપ સાંસદ રીટા બહુગુણા જાેશીએ લખનૌ કેન્ટ વિધાનસભા સીટ પરથી તેમના પુત્ર મયંક જાેશી માટે ભાજપમાંથી ટિકિટ માંગી રહી હતી. તેમ છતાં ભાજપે તેમના પુત્રને ટિકિટ ન આપી અને બ્રિજેશ પાઠકને આ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા. ત્યારથી મયંક જાેશી સપામાં જાેડાશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. સાંસદ રીટા બહુગુણા જાેશીના પુત્ર મયંક જાેશી આખરે એસપીના દરવાજે પહોંચ્યા હતાં અને મયંક જાેશી સપા પ્રમુખ અખિલેશ યાદવને મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે એક કલાક સુધી વાતચીત થઈ હતી. તેને રાજકીય દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. અખિલેશ-મયંક જાેશીની બેઠકને બ્રાહ્મણ વોટ બેંકને સપાની તરફેણમાં એકત્ર કરવાની વ્યૂહરચના તરીકે જાેવામાં આવી રહી છે.
હજુ સુધી મયંક જાેશીના સપામાં જાેડાવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ, જે રીતે સપાના વડા અખિલેશ યાદવે મતદાનના થોડા કલાકો પહેલા લખનૌમાં મુલાકાત કરી. આની અસર મતદાન પર થઈ શકે છે. કેન્ટ બેઠક પર એની અસર જાેવા મળી શકે. જ્યાંથી મયંક જાેશી દાવેદારી કરી રહ્યા હતા. લખનૌની કેન્ટ વિધાનસભા બેઠક પરથી સૌથી વધારે સંખ્યા બ્રાહ્મણોની છે. જેને મતદાતા મનાઈ રહ્યા છે. જેમાં સૌથી વધારે સંખ્યા ઉત્તરાખંડના બ્રાહ્મણોની છે. રીટા જાેશી સાંસદ બનતા પહેલા લખનૌ કેન્ટ બેઠક પરથી બે વખત ધારાસભ્યો રહી ચૂકયા છે. વર્ષ ૨૦૧૨માં કોંગ્રેસમાંથી ટિકિટ લઈને તેઓ આ વિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા હતા. એ પછી વર્ષ ૨૦૧૭માં ભાજપમાંથી ટિકિટ લઈને ધારાસભ્ય બન્યા હતા. એ પછી તેઓ યોગી સરકારના મંત્રી બન્યા હતા.
વર્ષ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં રીટા પ્રયાગરાજમાંથી સાંસદ બન્યા. એ પછી તેમણે ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દીધું હતું. એ પછી લખનૌની એ બેઠક પરથી સુરેશ તિવારી ધારાસભ્ય બન્યા હતા. મંયક જાેશીએ પહેલા એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરી હતી. વર્ષ ૨૦૧૨માં તેમણે પોતાની માતા સાથે પ્રચારની જવાબદારી સંભાળી હતી. વર્ષ ૨૦૧૯માં પણ તેઓ પ્રચારની જવાબદારીથી રાજકારણમાં આવ્યા હતા. લખનૌ અને પ્રયાગરાજમાં એમની રાજકીય પકડ સારી છે. જાેવાનું એ રહે છે કે, અખિલેશ યાદવ સાથેની મુલાકાત એમને કોઈ રાજકીય ફાયદો કરાવે છે કે નહીં. લખનૌ અને પ્રયાગરાજ બંને ક્ષેત્ર રીટા બહુગુણાની કર્મભૂમી રહી છે. તેઓ પ્રયાગરાજના મેયર તરીકે રહ્યા છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button