મનોરંજન

બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન અને તેમની પત્ની જયા બચ્ચનને તેમના બંગલા પ્રતિક્ષાને લઈને બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટી રાહત

બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન અને તેમની પત્ની જયા બચ્ચનને તેમના બંગલા ‘પ્રતિક્ષા’ને લઈને બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને ત્રણ અઠવાડિયા સુધી અરજદારો અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન સામે કોઈ જબરદસ્તી કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે બચ્ચન દંપતીને જુહુમાં તેમના બંગલા ‘પ્રતિક્ષા’ના એક ભાગના અધિગ્રહણ માટે જારી કરાયેલી નોટિસ સામે મ્સ્ઝ્ર સમક્ષ રજૂઆત કરવાનો નિર્દેશ આપ્યો હતો.

બચ્ચન દંપતીએ આ અઠવાડિયાની શરૂઆતમાં બીએમસી દ્વારા જારી કરાયેલી નોટિસને પડકારતી હાઈકોર્ટમાં ગઈ હતી. જસ્ટિસ આરડી ધાનુકા અને જસ્ટિસ એસએમ મોડકની ડિવિઝન બેન્ચે તેમને બે અઠવાડિયામાં મ્સ્ઝ્ર સમક્ષ રજૂઆત કરવાનો નિર્દેશ આપ્યો હતો. બેન્ચે કહ્યું, “જ્યારે રજૂઆત દાખલ કરવામાં આવશે, ત્યારે મ્સ્ઝ્ર છ અઠવાડિયા પછી તેની સુનાવણી કરશે અને ર્નિણય લેશે. ર્નિણય લેવામાં આવ્યા પછી, અરજદારો સામે ત્રણ અઠવાડિયા સુધી કોઈ જબરદસ્તી કાર્યવાહી કરવામાં આવશે નહીં.

કોર્ટે એમ પણ કહ્યું કે જાે જરૂર પડશે તો બચ્ચન દંપતીના વકીલોની અંગત સુનાવણી પણ થઈ શકે છે. અરજીમાં બીએમસીની નોટિસને રદ કરવાની અને નાગરિક સંસ્થાને જમીન સંપાદન તરફ કોઈ પગલાં લેવાથી રોકવાના મનાઈ હુકમની માંગ કરવામાં આવી હતી. બચ્ચન દંપતીને ૨૦ એપ્રિલ, ૨૦૧૭ના રોજ બે નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેમની રહેણાંક મિલકતની નજીકના પ્લોટના અમુક ભાગ રોડની નિયમિત લાઇનની અંદર છે અને બીએમસી સંબંધિત દિવાલો અને માળખાં સાથે આવી જમીન હસ્તગત કરવા માગે છે. કરવાનું છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button