રાજકારણ

ગાઝીપુરમાં ઢોલ વગાળી મુખ્તાર અંસારની પત્નીની સંપત્તિ કુર્ક કરવામાં આવી

ઉત્તરપ્રદેશની ચુંટણી પોતાના ચરમ પર છે હવે પાંચમા અને છઠ્ઠા અને સાતમા તબક્કાની ચુંટણી પૂર્વાચલમાં થનાર છે આથી એકવાર ફરી મુખ્તાર અંસારી ગાઝીપુરમાં ચર્ચામાં તે સમયે સામે આવ્યા જયારે તેમના એક પ્લોટની જપ્તી કરવાના આદેશ પર અમલ કરવા માટે ઢોલ વગાડવામાં આવ્યો. પ્રશાસને ઢોલ વગાડી જાહેરાત કરી કે કંઇ જગ્યાએથી અને કંઇ કલમમાં તેમની સંપત્તિ કુર્ક કરવામાં આવી રહી છે.
એ યાદ રહે કે આ કાર્યવાહી દબંગ નેતા મુખ્તાર અંસારીની પત્ની આફસા અંસારીના નામે ૨ કરોડ ૧૫ લાખ રૂપિયાની બેનામી સંપત્તિ છે.આફસા અંસારીના નામે મહુઆ બાગ ખાતે જમીન જપ્ત કરવાના આદેશ જારી કરવામાં આવ્યા હતાં તે આદેશના ક્રમમાં ગાઝીપુર પોલીસ અને પ્રશાસન દ્વારા તે જમીનની કુર્કીની કાર્યવાહી કરી હતી મહુઆ બાગ ખાતે તે જમીનનું ક્ષેત્રફળ ૩૮૧ વર્ગ મીટર છે તેની બજાર કીંમત લગભગ ૨ કરોડ ૧૫ લાખ રૂપિયા છે.આ જમીન ઢોલ વગાડી જપ્ત કરવામાં આવી હતી

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button