દેશમાં આગામી ૫ વર્ષમાં ડેન્ગ્યુની દવા ઉપલબ્ધ થશે

કોરોના વાઈરસની એન્ટ્રી થતાં જ સામાન્ય માણસથી લઈને સરકારે સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી. વાઈરસની તો રસી પણ શોધાઈ ગઈ પરંતુ અનેક વર્ષોથી લોકોનો જીવ લેતા ડેન્ગ્યુ વાઈરસની હજુ સુધી કોઈ ચોક્કસ સારવાર શોધાઈ નથી. ભારત સરકાર હવે બીમારીની ચોક્કસ સારવાર શોધવાના મૂડમાં છે.
તાજેતરમાં જ બાયોટેક્નોલોજી વિભાગની ટ્રાન્ઝિશનલ હેલ્થ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઈન્સ્ટિટ્યુટ)એ ડ્રગ્સ ફોર નેગલેક્ટેડ ડિસીઝ ઈનિશિએટિવ ઈન્ડિયા ફાઉન્ડેશન સાથે પાર્ટરનશિપ કરી છે. ડેન્ગ્યુ એડીઝ ઈજિપ્ટી મચ્છર કરડવાથી થાય છે. તેને લીધે દર્દીને વાઈરલ તાવ આવે છે. ઘરમાં કે આસપાસ મચ્છરોનો ઉપદ્રવ હોય તો ડેન્ગ્યુનું જાેખમ રહે છે. એક ડેટા પ્રમાણે, દુનિયામાં ડેન્ગ્યુના ૭૦% કેસ એશિયાના છે. ૨૦૨૧માં ભારતમાં ૧.૬૪ લાખ ડેન્ગ્યુના કેસ આવ્યા હતા જ્યારે ૨૦૧૯માં આ આંકડો ૨.૦૫ લાખ હતો.
આ પાર્ટનરશિપ હેઠળ સરકારી અને બિનસરકારી સંસ્થા સાથે મળી ડેન્ગ્યુ માટે સુરક્ષિત, અફોર્ડેબલ અને કારગર દવા બનાવાશે. રિસર્ચમાં પ્રિ ક્લિનિકલ સ્ટડીઝ કરવામાં આવશે. પહેલાંથી અવેલેબલ દવાની અસર ડેન્ગ્યુ પર કેવી થાય છે તે જાણવામાં આવશે. ત્યારબાદ તેના અલગ અલગ કોમ્બિનેશન અથવા નવી દવા ડેવલપ કરી તેનું ટેસ્ટિંગ કરવામાં આવશે.