નંદેશરી ચામુંડાનગર પાસે GEB ની ઘોર બેદરકારી થી ગાય નું મૃત્યુ,

નંદેશરી ચામુંડાનગર પાસે GEB ની ઘોર બેદરકારી થી ગાય નું મૃત્યુ,
વડોદરા ના નંદેશરી ચામુંડાનગર વિસ્તાર માં અચાનક ગુજરાત ઇલેકટ્રીક બોર્ડ નો વીજળી નો તાર તૂટી ગયો હતો,
મળતી માહિતી આધારે ગત રાત્રે અચાનક ચામુંડાનગર પાસે GIDC જવાના રસ્તે વીજળી નો તાર તૂટી ગયેલ,
તાર તૂટતા નીચે બેસેલ ગાય ઉપર પડ્યો હતો,
ગાય ને વીજ કરંટ લાગતા ગાય નું ઘટના સ્થળે મૃત્યુ નિપજેલ,
સ્થાનિકો નું કહેવું છે કે આ લાઈન પર ઘણા સમય થી ગુજરાત ઇલેકટ્રીક બોર્ડ(GEB) દ્વારા કોઈ ચોક્કસ ચેકીંગ કરવામાં આવ્યું નથી,
તાર પણ જુના થઈ ગયેલ છે,
જો આ વીજળી નો તાર રોડ ઉપર પડ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાત,
સ્થાનિકો નો એવો પણ આક્ષેપ છેકે ગુજરાત ઇલેકટ્રીક બોર્ડ (GEB) ને આ ઘટના ની અનેક વખત ફોન થી જાણ કરવા છતાં 1 થી 1.5 કલાક થી વધુ સમય થવા છતાં કોઈ અધિકારી આવ્યા નહતા અને વીજળી ની લાઈન ચાલુ ને ચાલુજ રાખી હતી,
એટલે સ્થાનિકો માં રોષ જોવા મળેલ,
GEB દ્વારા મૃત્યુ પામેલ ગાય ના પાલક ને કોઈ વળતર મળે છે કે નહીં એ પણ જોવાનું રહે છે,,
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
NS NEWS(નૈતિક સમાચાર)