દેશ દુનિયા

પાકિસ્તાની ડ્રોને કાશ્મીરમાં શસ્ત્રો ફેંક્યા, પ્રથમ વખત લિક્વિડ કેમિકલ મોકલ્યું

જમ્મુ અને કાશ્મીરમાં શાંતિને ખલેલ પહોંચાડવાના હેતુથી, પાકિસ્તાની ડ્રોને આ ક્ષેત્રમાં ગ્રેનેડ, આઈઈડી, પિસ્તોલ અને દારૂગોળો છોડ્યો હતો. સૌથી મહત્વની વાત એ છે કે, પ્રથમ વખત લિક્વિડ કેમિકલનું કન્સાઈનમેન્ટ પણ પડ્યું હતું. પોલીસે આ માહિતી આપી હતી.
જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દિલબાગ સિંહે કહ્યું, “બુધવારે એક પાકિસ્તાની ડ્રોને જમ્મુ અને કાશ્મીરમાં ગ્રેનેડ, આઈઈડી, પિસ્તોલ, દારૂગોળો છોડ્યો. સાથે જ પ્રથમ વખત પ્રવાહી સ્વરૂપમાં રસાયણોનો માલ મોકલ્યો.”
ડીજીપીએ કહ્યું હતું કે,”તેઓ (પાકિસ્તાન) અહીં લાંબા સમયથી ચાલી રહેલી શાંતિને ખલેલ પહોંચાડવા માંગે છે. અમે વિશ્લેષણ કરી રહ્યા છીએ કે તે શું છે, તેનો ઉપયોગ શું છે અને તેનાથી શું નુકસાન થઈ શકે છે, આ સિવાય તેણે પોતાના નિવેદનમાં કહ્યું કે , કાશ્મીરમાં માદક દ્રવ્યો અને હથિયારો મોકલવામાં આવે છે જેથી નાર્કોટિક્સના વેચાણમાંથી મળેલી રકમનો ઉપયોગ આતંકવાદને ભંડોળ પૂરું પાડવા માટે કરી શકાય.
તેમણે કહ્યું, “છેલ્લા બે વર્ષમાં અમે એક નવા પડકારનો સામનો કરી રહ્યા છીએ. કાશ્મીરમાં ડ્રગ્સ અને હથિયારો મોકલવામાં આવી રહ્યા છે જેથી નાર્કોટિક્સના વેચાણમાંથી મળનારી રકમનો ઉપયોગ આતંકવાદને મદદ કરવા માટે થઈ શકે. પાકિસ્તાનનું ષડયંત્ર ચાલુ રહેશે, પરંતુ અમે વિરોધી પગલાં પણ છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button