કલર્સ ગુજરાતી પર આવતી સોરઠની મિસિસ સીંઘમના ‘રોની’ પ્રથમ હેમચંદાણી સાથે ખાસ વાતચીત

કલર્સ ગુજરાતી પર આવતી સોરઠની મિસિસ સીંઘમના ‘રોની’ પ્રથમ હેમચંદાણી સાથે ખાસ વાતચીત
હાલ કલર્સ ગુજરાતી પર આવતી સૌરાષ્ટ્રની મિસિસ સિંઘમમાં રોની નામના ખલનાયક ‘રોની’ નું પાત્ર ભજવતા પ્રતમ હેમચંદાણી ઉત્તર ગુજરાતમાં સાયબો તરીકે ઓળખાય છે અને ૩૦૦ થી વધુ એડ ફિલ્મ માં પોતાના અભિનય નો ઓજસ પાથરી ચૂકેલા છે અને હાલ માં ગુજરાતી અને હિન્દી ઇન્ડસ્ટ્રી માં પોતાનું યોગદાન આપે છે.બનાસકાંઠા યુથ આઇકોન તરીકે સન્માનિત ડીસા નું ગોરવ અને ૧૦ થી વધુ હિન્દી સોંગ કરનાર અને સાથે સાથે અભિનય ટ્રેનિંગ આપનાર પ્રથમ હેમચંદાની જે છેલ્લા ૫ વર્ષ થી એક્ટિંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ માં પોતાનું જ્ઞાન બાળકો ને આપી નવા કલાકારો ને અભિનય નું માર્ગ દર્શન આપી ઇન્ડસ્ટ્રી માં નવા કલાકારો નો ઉદય કરે છે.
૧. આપનો સામાન્ય પરિચય ? આપનું બાળપણ કેવી રીતે વિત્યું ?
હું એક મધ્યમ વર્ગીય કુંટુંબ થી બિલોંગ કરું છુ. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઍક એક્ટર અને મોડેલ તરીકે છેલ્લા ૧૨ વર્ષ થી કર્યારત છું. મારા પિતાશ્રી એક ખ્યાતનામ વકિલ હતા. અને જેમ એક સામાન્ય બાળકનું બાળપણ વિતે તેવી જ રીતે મારું પણ બાળપણ વિત્યું છે.
૩. ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં કેવી રીતે આવ્યા ? તમે એક્ટિંગ માટે કોઈ પ્રેફેશનલ કોર્સ કે ટ્રેનિંગ લીધી છે
મને બાળપણ થી જ એક અભિનેતા બનવાની ચાહ હતી અને એણે પૂર્ણ કરવા માટે હું મારા સ્કૂલના ફંકશનસમાં નાના મોટા અભિનય બતાવતો હતો અને બસ એક જ ધગસ હતી કે સફળ કલાકાર બનું અને ૨૦૧૦માં મને પ્રથમ એડ ફિલ્મ મળી જેમાં મારી સહ-અભિનેત્રી મમતા સોની હતા જે મારી જિંદગી નો અભિનય ક્ષેત્ર નો પેહલો વળાંક હતો. ખૂબ જ અદભૂત અનુભવ રહ્યો અને મારું નામ બનાસકંઠામાં છવાઈ ગયું અને મારું એક્ટિંગ અને મોડેલિંગ કરિયર ની શરૂઆત થઈ.
૪. આદર્શ કોને માનો છો.
અભિનય જગતમાં આમ તો ઘણા લોકો છે.જેમના અભિનય નો હું દીવાનો છું પણ જો આદર્શ માનતો હોય તેવા બે જ વ્યક્તિ છે.૧ સ્વ.કુલભૂષણ પંડિત (સ્વ.રાજ કુમાર જાની) ૨. સ્વ.પ્રાણ કિશન સિકંદ (સ્વ.પ્રાણ સાહેબ) એમની અદાકારી અને ડાયલોગ ડિલિવરી અને કોમિકી ટાયમિંગ તથા ગેટ અપ નો હું દીવાનો છું. અને બંને મહાન કલાકારો ને હું મારા આદર્શ માનું છું.
000
૫. તમારો શોખ શું છે.
મને ફ્રી ટાઈમ માં વાંચન કરવાનો શોખ છે. ક્યારેક ક્યારેક હું સિંગીંગ પણ કરું છું અને મિત્રો સાથે આઉટિંગ કરવાનો પણ શોખ છે.
૬. ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં આવવા માંગતા લોકો માટે સંદેશ
નવોદિત કલાકારો જે ઇન્ડસ્ટ્રી માં આવવા માંગે છે એમને કેહવા માંગુ છુ કે માત્ર બે વસ્તુ તમારી પાસે હોય તો તમને લોકો ના દિલ જીતતા વાર નઈ લાગે.૧. સારી અભિનય ની કળા ૨. રમુજી સ્વભાવ. લોકો ને તમારો અભિનય ગમશે અને સાથે તમારો જિંદા દિલ સ્વભાવ તો તમે રોક કરશો અને એક સલાહ આપવા માંગુ છું પોતાને મહાન અભિનેતા સાબીત કરવા નહિ માત્ર અભિનય ને જીવવા અભિનય કરો. જ્યારે તમે અભિનય ને જીવશો તો અભિનય તમને જીવશે અને તમારી એક અલગ જ છબી નિખરી આવશે અને લોક ચાહના પણ વધશે.
૭. આપ ક્યાં ક્યાં કામ કરી ચૂક્યા છો.
મે અત્યાર સુધીમાં આપ સૌ ના પ્રેમ તથા સહકારથી ૪૦૦ થી વધુ એડ ફિલ્મ કરી છે. Amazon અને u Flipkart જેવા ઓનલાઇન પોર્ટલસ માટે પણ મોડેલિંગ કરી છે અને ઘણી ખરી ખ્યાતનામ બ્રાન્ડસ લાઈક ((Nisharg Honda , Lever Pool , Trishool Pump) અને બીજી ઘણી બ્રાન્ડસ માટે મોડેલિંગ કરી છે અને એક ફિલ્મ કરી છે જેનું નામ છે Faltu 4 જે ટૂંક સમય મા આપની સમક્ષ આવશે અને હાલ માં એક ખૂબ સારા
વિષયની ફિલ્મ મારી પાસે આવી છે જેનું નામ છે “શરમ તો કરો” જેનું શૂટ ટૂંક જ સમયમાં શરૂ થશે તેમજ ક્રાઇમ એલર્ટ નામક સિરિયલ દંગલ ચેનલ માટે અને ઝૂમ ટીવી માટે ક્રાઇમ એન્ડ બોલિવૂડ નામક સિરિયલ માં કામ કરી ચૂક્યો છું. ડી.ડી. ગિરનાર ની ઘણી ખરી સિરિયલ માં હું ગેસ્ટ અપિરિયન્સ આપી ચૂક્યો છુ. ૧૦ હિન્દી વિડિયો આલ્બમ અને ૧૦ થી વધુ ગજરાતી વિડિયો આલ્બમ સોંગ્સ કરી ચૂક્યો છું. ૨ ટેલી ફિલ્મ અને ૧ ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ કરી છે તથા હાલમાં એક વેબ સિરીઝ પણ કરી છે.
૮. ગુજરાત માં કામ કરવાનો અનુભવ
ગુજરાતમાં કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. દરેક વ્યક્તિ જેમની સાથે મે કામ કર્યું છે એમની પાસેથી હું કઈક ને કઈક શીખ્યો છું.
૯. આપ હિરો તરીકે ઘણાં કામ કર્યા છે, તો આપ હિરો તરીકની ઇમજમાં બંધાવા માંગો છો કે… વિલન તરીકે પણ તમે એક્ટિંગ કરવા માંગો છો? તમે વિલન તરીકે એક્ટિંગ કરવા ઈચ્છા હોવ તો બોલીવૂડ માં તમારા મતે બેસ્ટ વિલન કોને કહી શકાય ?
મે અત્યાર સુધી ઘણા અભિનય કર્યા છે.દરેક માં મારો રોલ યા તો હિરો નો હોય યા તો એક સારા મોડેલ નો હોય છે પણ મારી લાઈફ ને મારે વિલન તરીકે અજમાવી છે અને કઈક હટકે વિલન નો કિરદાર નિભાવવા હતો. અને મને સોરઠની મિસિસ સિંઘમાં રોની ઉર્ફે રોનીભાઈનું પાત્ર ભજવવાનો મોકો મળ્યો અને હાલ હું આ પાત્ર ભજવી રહ્યો છું. જ્યારે વાત વિલન ની આવે તો મારી દૃષ્ટિએ માત્ર એક જ વિલન એવા હતા જેમને જોઈ ને સ્કૂલ ના બાળકો તથા આમ જનતા પણ ભાગી છૂટતી હતી તેવા કિસ્સાઓ છે એ વિલનના. તે વિલન છે સ્વ.પ્રાણ સાહેબ. જેમનો હું દીવાનો છું જેમ મે આગળ જણાવ્યું. બસ એક નાની ઈચ્છા છે કે કઇક વિલન ના કિરદાર માં એવો અભિનય કરું કે લોકો મારી હિરો તરીકે ની છાપ ભૂલીને વિલન તરીકેની છાપ પણ સ્વીકારે.