યુક્રેન સંકટ વચ્ચે રાહુલ ગાંધી સહિત વિપક્ષ સાંસદોએ મોદી સરકારનો આભાર માન્યા

યુક્રેન સંકટ પર વિદેશ મંત્રાલયે કન્સલ્ટેશન કમિટીના સભ્યોને યુક્રેનમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢવા અને ઓપરેશન ગંગા સહિત યુક્રેન કટોકટીથી સંબંધિત તમામ પાસાઓ વિશે માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વિદેશ મંત્રી એસ. જયશંકરની હાજરીમાં વિદેશ સચિવ હર્ષ શ્રૃગલાએ સમિતિના સભ્યોને ઓપરેશન ગંગા હેઠળ બહાર કાઢવામાં આવેલા ભારતીયો ઉપરાંત ખાર્કિવ સહિતના લડાયક વિસ્તારોમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાની કામગીરી વિશે માહિતી આપી હતી. બેઠકમાં સમિતિના સભ્ય અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવાની પ્રક્રિયાના વખાણ કર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીએ કહ્યું કે વર્તમાન સ્થિતિમાં સારું કામ થઈ રહ્યું છે. આ સાથે જ ઘણા સાંસદોએ કહ્યું કે ભારતીયોને બહાર કાઢવાનું કામ થોડું મોડું શરૂ થયું હતું પરંતુ હાલની સ્થિતિમાં સારું કામ થઈ રહ્યું છે.
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ સમિતિ સમક્ષ યુક્રેનના બહાને ચીન અને રશિયાની નિકટતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ ચીન અને પાકિસ્તાનની નજીક આવવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આ પહેલા મોદી સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ સંસદમાં પણ કહ્યું હતું કે મોદી સરકારની નબળી નીતિઓના કારણે પાકિસ્તાન અને ચીન વચ્ચેના સંબંધો મજબૂત થયા છે.
વિદેશ મંત્રાલયની બેઠક બાદ શશિ થરૂરે યુક્રેન મુદ્દે ભારતની વિદેશ નીતિના વખાણ કર્યા હતા. થરૂરે લખ્યું કે વિદેશ નીતિના આ ભાવનાથી અનુસરવી જાેઈએ અને વિગતવાર બ્રીફિંગ અને તમામ પ્રશ્નો અને ચિંતાઓના જવાબ આપવા માટે વિદેશ પ્રધાન અને તેમના સાથીઓનો આભાર.વિદેશ મંત્રાલયની સલાહકાર સમિતિમાં સંસદના બંને ગૃહોમાં સભ્યો હોય છે. બેઠકમાં વિદેશ મંત્રી અને ભાજપના સભ્યો ઉપરાંત કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી, આનંદ શર્મા અને શશિ થરૂરે ભાગ લીધો હતો. જ્યારે શિવસેના તરફથી પ્રિયંકા ચતુર્વેદી, આરજેડી તરફથી પ્રેમચંદ ગુપ્તા અને સમિતિના અન્ય સભ્યોએ ભાગ લીધો હતો.