દેશ દુનિયા

ડોલર સામે રૂપિયો સૌથી નીચા સ્તરે,એક ડોલર સામે રૂપિયો ૭૭ પર ટ્રેડ થયો

ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. સોમવારે ડોલર સામે રૂપિયો ગગડીને ૭૭ રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. યુએસ અને તેના યુરોપિયન સહયોગીઓ દ્વારા રશિયન તેલ પર પ્રતિબંધો લાદવાના અહેવાલો પર ક્રૂડ તેલમાં તાજેતરના ઉછાળા પછી રૂપિયો સોમવારે લગભગ ઇં૭૭ પ્રતિ ડૉલરની નીચી સપાટીએ ગયો હતો. આ સતત ચોથું સત્ર હતું જ્યારે ચલણ નબળું પડ્યું છે. સ્થાનિક ચલણ બજારમાં રૂપિયો પ્રતિ ડૉલર ૬.૯૬ પર ટ્રેડ થઈ રહ્યો છે.

અમેરિકી ચલણ ડોલર સામે રૂપિયામાં સતત પીછેહઠ જારી રહી છે. વિતેલા સપ્તાહમાં ડોલર ૭૬ ની સપાટીને પાર કરી ગયો હતો. ભારતીય રિઝર્વ બેંક વતી જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા ડોલરનું ભારે વેચાણ થયું હતું. પરંતુ તેનાથી પણ રૂપિયાને વધુ ફાયદો થયો નથી. છેલ્લા ૧૧ મહિનામાં સાપ્તાહિક ધોરણે રૂપિયામાં આ સૌથી મોટો ઘટાડો છે. વિતેલા સપ્તાહ ડોલર સામે રૂપિયો ૧.૧૫ ટકા નબળો પડયો છે.

ભારતીય ચલણ અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચતુ જણાય છે. ક્રૂડ ઓઈલની કિંમતમાં વધતા ડોલર સામે રૂપિયો ૭૭ના સ્તરને સ્પર્શી ગયો છે કેટલાક માને છે કે માર્ચના અંત સુધીમાં રશિયા અને યુક્રેન વચ્ચેના સૈન્ય સંઘર્ષના અંત સુધીમાં રૂપિયો ૭૭ના સ્તર નીચે સરકવાનું શરૂ કરી શકે છે

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button