રાજકારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ મહિલા દિવસે નારી શક્તિને નમન કર્યું

દેશ અને દુનિયામાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે વિશ્વના ઘણા દેશોમાં મહિલાઓની સિદ્ધિઓની પ્રશંસા કરવામાં આવે છે અને અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલા શક્તિને નમન કર્યા છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર સન્માન અને તકો પર વિશેષ ભાર સાથે તેની વિવિધ યોજનાઓ દ્વારા મહિલા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે.

તેમણે ટ્‌વીટ કર્યું, ‘આર્થિક સમાવેશથી લઈને સામાજિક સુરક્ષા સુધી, ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળથી લઈને આવાસ સુધી, શિક્ષણથી લઈને ઉદ્યોગસાહસિકતા સુધી, ભારતની વિકાસ યાત્રામાં આપણી મહિલા શક્તિને આગળ રાખવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા છે. આ પ્રયાસો આવનારા સમયમાં વધુ જાેરશોરથી ચાલુ રહેશે. મહિલા દિવસ પર, હું નારી શક્તિ અને વિવિધ ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓને નમન કરું છું. ભારત સરકાર સન્માન અને તકો પર વિશેષ ભાર સાથે તેની વિવિધ યોજનાઓ દ્વારા મહિલા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button