રાજકારણ

કેટલા સચોટ હોય છે એક્ઝિટ પોલ? બિહાર અને હરિયાણામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ, પશ્ચિમ બંગાળમાં પણ દાવો ખોટો પડ્યો હતા

ઉત્તરપ્રદેશમાં ૭મું અને અંતિમ તબક્કાનું વોટિંગ પૂર્ણ થતાની સાથે જ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પુરી થઈ ગઇ છે.હવે વોટની ગણતરી ૧૦ માર્ચે થશે. જાેકે ગઇકાલ સાંજથી જ અલગ-અલગ ચેનલ અને એજન્સીઓના એક્ઝિટ પોલ આવવાના શરૂ થઇ ગયા છે. એવામાં સવાલ એ છે કે શું એક્ઝિટ પોલના દાવાઓ પર ભરોસો કરી શકાય છે? અથવા તો તે કેટલા સાચા અને સચોટ હોય છે, તેની ચકાસણી માટે અમે છેલ્લી પાંચ મોટી અને ચર્ચિત વિધાનસભાની ચૂંટણીનું એનાલિસિસ કર્યું છે. આ પાંચમાંથી ચાર ચૂંટણીમાં એક્ઝિટ પોલના દાવાઓ ખોખલા સાબિત થયા છે.
૧. પશ્ચિમ બંગાળઃ સીટોનું અનુમાન લગાવવામાં નિષ્ફળ થયા તમામ એક્ઝિટ પોલઃ કોરના મહામારી દરમિયાન થયેલી પશ્ચિમ બંગાળ ચૂંટણીની ચર્ચા સમગ્ર દેશમાં થઈ હતી. બીજેપીએ સંપૂર્ણ તાકાતથી મમતા બેનર્જીને પડકારી હતી. મોટાભાગના એક્ઝિટ પોલમાં પણ બીજેપીને ૧૦૦થી વધુ સીટો મળવાનો દાવો કરવામાં આવ્યો હતો. જાેકે જ્યારે પરિણામ આવ્યા ત્યારે બીજેપીને ૭૭ સીટ જ મળી. મમતા બેનર્જીની ટીએમસીએ ૨૧૧ સીટ જીતીને પૂર્ણ બહુમતીથી સરકાર બનાવી.
૨. દિલ્હીઃ એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીની જીતનું સાચુ અનુમાન ઃ દિલ્હી વિધાનસભા કુલ ૭૦ સીટની છે. કોઈ પણ પાર્ટીને બહુમતી માટે ૩૬ સીટો જાેઈએ. વોટિંગ પછી મોટા ભાગના એક્ઝિટ પોલે આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમતી મળવાનો દાવો કર્યો હતો. પરિણામમાં આ દાવો સાચો સાબિત થયો. આમ આદમી પાર્ટીને ૬૨ સીટ મળી. સીટોના અનુમાનમાં પણ મોટાભાગની એક્ઝિટ પોલના પરિણામની આસપાસ રહી.
૩. બિહારઃ તમામ એક્ઝિટ પોલ ફેલ થયા હતા ઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલ સંપૂર્ણ રીતે ખોટા સાબિત થયા હતા. મોટાભાગની ચેનલ અને એજન્સીઓએ રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસના ગઠબંધનની જીતનો દાવો કર્યો હતો. જાેકે પરિણામ આવ્યું ત્યારે બધુ વિપરિત હતું. બીજેપી અને જેડીયૂના ગઠબંધને રાજ્યમાં ત્રીજી સરકાર બનાવી હતી.
૪. મહારાષ્ટ્રઃ સીટોનું અનુમાન કરવામાં ફેલ રહ્યાં એક્ઝિટ પોલ ઃ ૨૮૮ સીટ ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભામાં મોટાભાગના એક્ઝિટ પોલ બીજેપી અને શિવસેનાના ગઠબંધનને ૨૦૦થી વધુ સીટો મળવાનો દાવો કરી રહ્યાં હતા. બીજી તરફ કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધનને ૫૦-૮૦ સીટ મળવાનું અનુમાન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં એક્ઝિટ પોલ ચોક્કસ અનુમાન કરવામાં તો નિષ્ફળ સાબિત થયા હતા.
૫. હરિયાણાઃ એક્ઝિટ પોલ અનુમાન લગાવવામાં સંપૂર્ણ ફેલ થયા ઃહરિયાણા વિધાનસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલ ફેલ રહ્યાં હતા. મોટાભાગના એક્ઝિટ પોલમાં રાજ્યમાં બીજેપીને ૭૦થી વધુ સીટ મળવાનો દાવો કરવામાં આવ્યો હતો. જાેકે પરિણામ તેનાથી વિપરીત આવ્યું હતું. બીજેપીને માત્ર ૪૦ સીટ જ મળી હતી અને પૂર્ણ બહુમતીના આંકડાને પણ પાર કરી શકી નહોતી. એટલે કે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલ સાચા સાબિત થયા નહોતા. પછીથી અહીં ભાજપે દુષ્યંત ચૌટાલાની પાર્ટી જેજેપીની સાથે મળીને સરકાર બનાવી.
એક્ઝિટ પોલ એક એવો સર્વે છે, જે વોટ આપીને પોલિંગ બૂથમાંથી બહાર નીકળેલા મતદાતાઓના ઈન્ટરવ્યૂ કરીને કરવામાં આવે છે. તેમાં ઘણા સવાલ હોય છે અને તે જાણવાની કોશિશ થાય છે કે વોટરે કોને વોટ આપ્યો છે. આવા હજારો ઈન્ટરવ્યૂનાં આંકડાઓ એકત્રિત કરવામાં આવે છે અને એનાલિસિસ કરીને વોટની ટકાવારી અને સીટોનું અનુમાન લગાવવામાં આવે છે. ઘણી વખત આ અનુમાન સચોટ સાબિત થાય છે અને ઘણી વખત ખોટા પણ સાબિત થાય છે.
જાણીતા પત્રકાર પ્રણય રોયે તેમની બુક ધ વર્ડિકટમાં લખ્યું છે ૧૯૮૦ પછી દેશમાં કુલ ૮૩૩ સર્વે થયા છે. તેમાં ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ બંને સામેલ છે. સર્વેમાં ૭૫ ટકા જીતના દાવા સાચા સાબિત થાય છે. જ્યારે એક્ઝિટ પોલમાં સાચી સીટોની સંખ્યા દર્શાવવાની એવરેજ ૨૩ ટકાની છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button