દેશ દુનિયા

મને એ સમજાઈ ગયુ છે કે, નાટો અમને તેમના સંગઠનમાં સામેલ કરવા નથી માગતું ઃ યુક્રેનના રાષ્ટ્રપતિ

યુક્રેન પર રશિયાના હુમલાનું એક મોટું કારણ યુક્રેનના યુરોપીય દેશોના સૈન્ય સંગઠન નાટોમાં સામેલ થવાની આકાંક્ષા હતી પરંતુ, હવે યુક્રેનની આ ઈચ્છા દૂર થતી દેખાઈ રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે, તેઓ યુક્રેનના નાટોમાં સામેલ થવાની વાત પર ભાર નથી આપી રહ્યા. ઝેલેન્સ્કીએ સાથે જ એવુ પણ કહ્યું છે કે, રશિયા દ્વારા માન્યતા આપવામાં આવેલા યુક્રેનના બે અલગ ક્ષેત્રો દોનેત્સ્ક અને લુહાંસ્ક પર પણ તેઓ સમજૂતિ કરવા માટે તૈયાર છે.

પુતિને યુક્રેન પર આક્રમણ પહેલા યુક્રેનના આ બે ક્ષેત્રોને સ્વતંત્ર ક્ષેત્રની માન્યતા આપી દીધી હતી. ઝેલેન્સ્કીએ અમેરિકાની ટીવી ચેનલ એબીસીને એક ઈન્ટરવ્યૂ આપ્યું હતું, જેમા તેમણે નાટો , પુતિન અને રશિયા દ્વારા માન્યતા આપવામાં આવેલા યુક્રેનના ક્ષેત્રો પર ખુલીને વાત કરી છે. તેમના આ ઈન્ટરવ્યૂ પરથી લાગે છે કે, હવે ઝેલેન્સ્કી રશિયાની સામે નરમ વલણ અપનાવી રહ્યા છે.

ઝેલેન્સ્કીએ ઈન્ટરવ્યૂ દરમિયાન સ્પષ્ટ કર્યું કે, તેઓ એ વાત પર ભાર નથી આપી રહ્યા કે યુક્રેન નાટોમાં સામેલ થાય. તેમણે નાટો પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું, મને એ સમજાઈ ગયુ છે કે, નાટો અમને તેમના સંગઠનમાં સામેલ કરવા નથી માગતું. જ્યારે મને એ વાત સમજાઈ ત્યારે મેં નાટોમાં સામેલ થવાના સવાલને પાછળ છોડી દીધો.નાટો વિવાદિત બાબતો અને રશિયાની સાથે ટકરાવથી ખૂબ જ ડરે છે. યુક્રેનના નાટોમાં સામેલ થવા પર સ્થિતિને સ્પષ્ટ કરતા ઝેલેન્સ્કીએ કહ્યું કે, તેઓ એક એવા દેશના રાષ્ટ્રપતિ બનવા નથી માગતા, જે ઘૂંટણીયે પડીને ભીખ માગે છે.

રશિયાનું સ્પષ્ટ કહેવુ છે કે, તેમની કેટલી માગણીઓ છે, જેને યુક્રેન માની લે તો યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી જરા પણ વિલંબ કર્યા વિના તરત જ અટકાવી દેવામાં આવશે. રશિયાએ કહ્યું છે કે, યુક્રેન પોતાના સંવિધાનમાં બદલાવ કરીને એ સ્પષ્ટ કરે કે તે કોઈ ગઠબંધનનો હિસ્સો નહીં બનશે. સાથે જ રશિયાની માગ છે કે, યુક્રેન ૨૦૧૪માં રશિયામાં સામેલ પોતાના હિસ્સા ક્રીમિયાને રશિયન ક્ષેત્રની માન્યતા આપે અને દોનેત્સ્ક અને લુહાંસ્કની સ્વતંત્ર ક્ષેત્રની સ્થિતિને પણ માન્યતા આપે.

યુક્રેનના રાષ્ટ્રપતિનું નાટોને લઈને આપવામાં આવેલું નિવેદન ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે કારણ કે, રશિયાની સૌથી મોટી સમસ્યા યુક્રેનના દ્ગછ્‌ર્ંમાં સામેલ થવાની સંભાવનાને લઈને જ છે.નાટો સોવિયત રશિયા સાથે લડવા માટે વર્ષ ૧૯૪૯માં બન્યું હતું. વર્ષ ૧૯૯૧માં સોવિયત રશિયાના વિઘટન બાદ નાર્ટોંએ રશિયાના આસપાસના ઘણા અન્ય દેશોને પણ ગઠબંધનમાં સામેલ કરી લીધા, જેને કારણે રશિયામાં નારાજગી વધી. વર્ષ ૨૦૦૮માં નાટો યુક્રેનને પણ ગઠબંધનનો હિસ્સો બનાવી રહ્યું હતું પરંતુ, એવુ ના થઈ શક્યું અને હવે એવુ કહેવાઈ રહ્યું હતું કે, યુક્રેન ટૂંક સમયમાં જ નાટોનો સભ્ય બનવાનું છે જેને લઈને રશિયાની નારાજગી વધી અને તેણે અન્ય ઘણા કારણોનો હવાલો આપતા યુક્રેન પર હુમલો કરી દીધો. રશિયા નાટોના વિસ્તારને એક જાેખમના રૂપમાં જાેઈ રહ્યું છે.

યુક્રેનના બે ક્ષેત્રો દોનેત્સ્ક અને લુહાંસ્કમાં રશિયા સમર્થિત અલગતાવાદીઓનો કબ્જાે છે. વર્ષ ૨૦૧૪થી જ આ ક્ષેત્રોના અલગતાવાદીઓ અને યુક્રેનની સેના વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાએ ૨૪ ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કરતા પહેલા આ બંને ક્ષેત્રોને સ્વતંત્ર પ્રદેશની માન્યતા આપી દીધી હતી. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હવે ઈચ્છે છે કે, યુક્રેન પણ આ બંને ક્ષેત્રોની સ્વતંત્રતાને માન્યતા આપે. જ્યારે ઝેલેન્સ્કીને આ બંને ક્ષેત્રો વિશે સવાલ કરવામાં આવ્યો હતો, તો તેમણે કહ્યું કે તેઓ વાતચીત માટે તૈયાર છે. તેમણે કહ્યું, હું સુરક્ષાની ગેરેન્ટી વિશે વાત કરી રહ્યો છું. રશિયા ઉપરાંત, કોઈ અન્ય દેશે આ બે દેશોને માન્યતા નથી આપી. પરંતુ, અમે તેના પર વાતચીત કરી શકીએ છીએ. અમે એ વાત પર સમજૂતિ કરી શકીએ છીએ કે આ બંને ક્ષેત્રો આવનારા સમયમાં કેવા રહેશે.

તેમણે આગળ કહ્યું, મારા માટે એ મહત્ત્વપૂર્ણ છે કે એ ક્ષેત્રોના એવા લોકો કેવા રહેશે જે યુક્રેનનો હિસ્સો બનીને જ રહેવા માગે છે અને યુક્રેનના એ લોકોનું શું જે ઈચ્છે છે કે આ ક્ષેત્ર યુક્રેનનો હિસ્સો બન્યો રહે. આ પ્રશ્ન બંને ક્ષેત્રોને માન્યતા આપવા કરતા અનેકગણો મુશ્કેલ છે. ઝેલેન્સ્કીએ સાથે એવુ પણ કહ્યું કે, રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાચી સૂચના વિનાના બાયો બબલમાં રહી રહ્યા છે, જેમા તેમને સત્ય શું છે તે ખબર નથી. તેમણે કહ્યું, આ એકતરફ અલ્ટીમેટમ છે અને અમે અલ્ટીમેટર માટે તૈયાર નથી. રાષ્ટ્રપતિ પુતિને ઓક્સિજન વિનાના ઈન્ફોર્મેશન બબલમાં રહેવાને બદલે વાતચીત શરૂ કરવાની જરૂર છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button