શેલ્બી ઓર્થોપેડિક્સ સેન્ટર ઓફ એક્સેલન્સ (SOCE)ની અમદાવાદમાં શરૂઆત સાથે શેલ્બી હોસ્પીટલની 28મી વર્ષગાંઠની ઉજવણી

*૧૩મી માર્ચ-૨૦૨૨:* શેલ્બી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ્સે અમદાવાદમાં SOCE – શેલ્બી ઓર્થોપેડિક્સ સેન્ટર ઓફ એક્સેલન્સની શરૂઆત સાથે તેની 28મી વર્ષગાંઠની ઉજવણી કરી. શેલ્બીની સ્થાપના વિશ્વ વિખ્યાત જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન અને શેલ્બી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વિક્રમ શાહ દ્વારા કરવામાં આવી હતી. રસપ્રદ વાત એ છે કે, શેલ્બી ઓર્થોપેડિક્સ સેન્ટર ઓફ એક્સેલન્સ (SOCE) એજ જગ્યાએ ખુલી રહી છે જ્યાં ડૉ. વિક્રમ શાહે 1994માં નવરંગપુરામાં વિજય ચાર રસ્તા પાસે તેમની પ્રથમ હોસ્પિટલ ખોલી હતી.તેમણે અહીં એક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટરથી શરૂઆત કરી અને પછી સમગ્ર ભારતમાં 11 મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલની સ્થાપના કરી. તેની સાથે આ હોસ્પિટલને પણ એક મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં પરિવર્તિત કરી દેવામાં આવી હતી. SOCEની શરૂઆત સાથે તેને ઓર્થોપેડિક્સ સ્પેશિયાલિટી સેન્ટરમાં રૂપાંતરિત કરવામાં આવી રહી છે જેની માલિકી અને સંચાલન શેલ્બી હોસ્પિટલ્સ દ્વારા કરવામાં આવશે. જ્યારે અગાઉ તે તમામ વિશેષતાઓ માટે સારવાર પૂરી પાડતું હતું, હવે તે કેન્દ્રિત ઓર્થોપેડિક્સ સેવાઓ પ્રદાન કરશે.
*શેલ્બી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વિક્રમ શાહે જણાવ્યું હતું કે*, “આ ભારતમાં અમારું બીજું SOCE સેન્ટર છે. અમે ટૂંક સમયમાં રાજકોટમાં અને પછી ગ્વાલિયરમાં વધુ એક લોન્ચ કરી રહ્યા છીએ. અમારી યોજના આગામી પાંચ વર્ષમાં સમગ્ર ભારતમાં આવી 50 નાની ઓર્થોપેડિક્સ SOCE હોસ્પિટલો શરૂ કરવાની છે. આનાથી નાના શહેરોના લોકોને તેમના ઘરઆંગણે ઓર્થોપેડિક્સની શ્રેષ્ઠ સારવાર મળી શકશે. અંગત રીતે મારા માટે, આ અમદાવાદની અમારી પ્રથમ હોસ્પિટલની બીજી ઇનિંગ જેવી છે જે મેં 1994માં શરૂ કરી હતી. 2007માં જ્યારે અમે અમારી એસજી હાઇવે હોસ્પિટલની સ્થાપના કરી ત્યારે આ હોસ્પિટલને પણ અમે મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવી દીધી હતી. પંદર વર્ષ સુધી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ રહ્યા બાદ આજે અહીં SOCEના લોન્ચ સાથે તેને શેલ્બી ઓર્થોપેડિક્સ સેન્ટર ઓફ એક્સેલન્સ સેન્ટરમાં બદલવામાં આવી રહી છે.”
ગયા વર્ષે ઉદયપુરમાં SOCE ખોલ્યા પછી, આ શેલ્બી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ્સની ભારતમાં બીજી ઓર્થોપેડિક સ્પેશિયાલિટી SOCE હોસ્પિટલ છે. તે એક જ છત નીચે તમામ ઓર્થોપેડિક સમસ્યાઓ, અકસ્માત અને ઇજાઓ તેમજ રમતગમતની ઇજાઓની સુવિધાજનક અને ગુણવત્તાયુક્ત સારવાર માટે એક સમર્પિત, અત્યાધુનિક, વોક-ઇન ઓર્થોપેડિક સેન્ટર છે. તે ની અને હિપ રિપ્લેસમેન્ટ સર્જરી સહિતની ઓર્થોપેડિક સેવાઓની વિશાળ શ્રેણી પ્રદાન કરશે અને આ અત્યાધુનિક ઓપરેશન થિયેટર, ICU અને ઇમર્જન્સી વિભાગથી સજ્જ છે. આ દર્દીઓને OPD તેમજ IPD સેવાઓ પ્રદાન કરશે. આનાથી લોકોને ઘણો ફાયદો થશે જેઓ અહીં વર્લ્ડ ક્લાસ ઓર્થોપેડિક સારવાર મેળવી શકશે. આ નજીકના વિસ્તારોના લોકો માટે ઓર્થોપેડિક ઇમર્જન્સીમાં ખૂબ મદદરૂપ થશે. આ ઉપરાંત, તે યુવા અને પ્રતિભાશાળી ડોકટરોને SOCE, વિજય દ્વારા સ્થાપવામાં આવેલ વિશ્વ-સ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાવાની તક આપશે.