ગુજરાતજીવનશૈલીભારતવ્યાપાર

મોંઘવારીએ માજા મુકી છે. દરેક વસ્તુમાં ભાગ વધી રહ્યા છે કોરોના મહામારી પછી દેશનું અર્થતંત્ર પાટા પર આવતાની સાથે જીવન જરૂરિયાતી તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે.

મોંઘવારીએ માજા મુકી છે. દરેક વસ્તુમાં ભાગ વધી રહ્યા છે કોરોના મહામારી પછી દેશનું અર્થતંત્ર પાટા પર આવતાની સાથે જીવન જરૂરિયાતી તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે.

રોજેરોજ ભાવના નવા ચાર્ટ બને છે, અને તેમાં વધારો જ થઈ રહ્યો છે. આમાં, હવે રસોડામાં બનતા દાળ અને કઠોળ મોંઘા થવા લાગ્યાં છે.
છેલ્લા એક જ મહિનામાં દાળ-કઠોળના ભાવમાં ૧૬ ટકાનો જંગી વધારો થયો છે. આ ભાવ વધારાના અનેક કારણ છે. ખાસ કરીને સ્કૂલ-કોલેજાે અને હોસ્ટેલો ખૂલતા તેમજ પ્રવાસન વધવાથી હોટલો-રેસ્ટોરન્ટમાં પણ દાળની માંગ વધી છે. સાથે જ કઠોળ પકવતા ખેડૂતો કપાસની ખેતી તરફ વળ્યા છે તેથી ઉત્પાદનમાં ઘટાડો થયો છે.
દાળ-કઠોળના ભાવમાં એક મહિનામાં ૧૬ ટકાનો જંગી વધારો નોંધાયો છે. દાળની માગની સામે ઉત્પાદન ઘટતા ભાવ વધારો લોકોને નડી રહ્યો છે. ૧૫ રૂપિયાના વધારા સાથે અડદની દાળના એક કિલોના ૧૨૫ રૂપિયા થઈ ગયા છે. તો તુવેર, અડદની ખેતીમાં ૨૫ થી ૩૦ ટકાનો ઘટાડો થયો છે. કઠોળ પકવતા ખેડૂતો કપાસની ખેતી તરફ વળતા કઠોળનું ઉત્પાદન ઘટી રહ્યું છે, જેને કારણે ભાવ વધારો નડી રહ્યો છે.
રોજ રાત્રે પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો થાય તો લોકોને આંચકો લાગે છે. સતત ૧૫ દિવસથી રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલની સાથે સીએનજીની કિંમતમાં પણ વધારો થઈ રહ્યો છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button