નીતીશકુમાર ઉપરાષ્ટ્રપતિ બનવા જઇ રહ્યાં નથી તેઓ બિહારના મુખ્યમંત્રી બની રહેશે બિહારમાં ભાજપ જદયુ ગઠબંધનની સરકાર છે,આપણી જવાબદારી છે કે શરાબબંધી સફળ રહે ઃ તારકિશોર પ્રસાદ

બિહારના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા તારકિશોર પ્રસાદે કહ્યું છે કે નીતીશકુમારને બિહારની જરૂરત છે.તે ૨૦૨૫ સુધી બિહારના મુખ્યમંત્રી રહેશે.નીતીશકુમાર ઉપરાષ્ટ્રપતિ બનશે નહીં તેમણે ભાજપના નેતાઓને કહ્યું કે કારણ વિનાની નિવેદનબાજી ન કરે.દરમિયાન નાયબ મુખ્યમંત્રીના નિવેદન આવ્યા બાદ જદયુએ તેનું સ્વાગત કર્યું છે.
તારકિશોર પ્રસાદે શરાબબંધીને લઇ કહ્યુું કે બિહારમાં આ કાનુન કડકાઇથી લાગુ રહેશે.શરાબબંધી કાનુન સુધારા વિધેયક ૨૦૨૨ લાગુ થઇ ગયું છે.પહેલીવાર શરાબ પી પકડવા પર દંડ બેથી પાંચ હજાર રૂપિયા આપવા પડશે બીજીવાર પકડાવવા પર જેલ જવું પડશે.વિરોધ પક્ષ એ આરોપ ન લગાવે છે શરાબબંધી કાનુનમાં સુધારો કરી સરકાર પીનારાઓની સામે નરમ થઇ ગઇ છે.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે શરાબબંધીની વિરૂધ્ધ ભાજપનો કોઇ નેતા ન બોલે કારણ કે બિહારમાં ભાજપ જદયુ ગઠબંધનની સરકાર છે અને આપણી જવાબદારી એ છે કે શરાબબંધી જમીન પર સફળ રહે ભાજપ કે કોઇ અન્યનું મુખ્યમંત્રી બનવાનો સવાલ જ નથી નીતીશના નેતૃત્વમાં બિહાર ઝડપથી વિકાસ કરી રહ્યું છે.
નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદના નિવેદનનું નીતીશકુમારની પાટી જદયુએ સ્વાગત કર્યું છે પાર્ટીના મુખ્ય પ્રવકતા નીરજકુમારે કહ્યું કે નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદ ભાજપ વિધાનસભા પક્ષના નેતા પણ છે.મુખ્યમંત્રી પદને લઇ નિવેદન આપનારા ભાજપના બડબોલા નેતાઓને નાયબ મુખ્યમંત્રીએ સીધો સંદેશ આપી દીધો છે.
નીરજકુમારે કહ્યું કે હવે તારકિશોર પ્રસાદની વાત તો પાર્ટીના નેતાઓને માનવી પડશે નીતીશકુમારના ઉપરાષ્ટ્રપતિ બનવાની જે ચર્ચા થઇ રહી છે તે બધા પર ફકત અટકળો છે આવું કાંઇ પણ થવા જઇ રહ્યું નથી તે બિહારની સેવા કરતા રહેશે મુખ્યમંત્રી બની રહેશે