શ્રીલંકામાં ખાવા-પીવાની વસ્તુઓ માટે લોકો લડી રહ્યા છે
ભારતનો પાડોશી દેશ શ્રીલંકા ૧૯૪૮માં તેની આઝાદી બાદના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. શ્રીલંકાની સરકારના મંત્રીઓએ સામૂહિક રીતે રાજીનામું આપી દીધું છે. લોકોને રોજબરોજની વસ્તુઓ પણ નથી મળી રહી.
શ્રીલંકાનો વિદેશી મુદ્રા ભંડાર લગભગ ખતમ થઈ ગયો છે, જેના કારણે તે જરૂરી વસ્તુઓની આયાત કરવામાં અસમર્થ છે. દેશમાં અનાજ, ખાંડ, દૂધ પાવડર, શાકભાજીથી લઈને દવાઓની અછત છે. ખાદ્ય પદાર્થો માટે લડાઈ છે. એટલા માટે પેટ્રોલ પંપ પર સેના તૈનાત કરવી પડી છે.
દેશમાં ૧૩ કલાકનો પાવર કટ છે. બસો ચલાવવા માટે ડીઝલ ન હોવાથી જાહેર પરિવહન ઠપ્પ થઈ ગયું છે.મંગળવારે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ શ્રીલંકામાં ઈમરજન્સીની ઘોષણા બાદ પ્રથમ વખત સંસદનું સત્ર બોલાવ્યું હતું. પરંતુ, વિપક્ષથી દૂર સરકારના ઘણા ગઠબંધન સાથીઓએ આ સત્રમાં હાજરી આપી ન હતી.
મહિન્દા રાજપક્ષેની આગેવાની હેઠળના શાસક શ્રીલંકા પોદુજાના પેરામુના ગઠબંધને ૨૦૨૦ની સામાન્ય ચૂંટણીઓમાં ૧૫૦ બેઠકો જીતી હતી. આ પછી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સિરિસેનાના નેતૃત્વમાં શ્રીલંકા ફ્રીડમ પાર્ટીના અસંતુષ્ટ સાંસદોએ પક્ષ બદલી નાખ્યો અને શાસક શ્રીલંકા પોદુજાના પેરામુના ગઠબંધનમાં જાેડાયા.
રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે કોઈપણ સંજાેગોમાં રાજીનામું આપશે નહીં અને તેઓ વર્તમાન સમસ્યાઓનો સામનો કરશે. સરકારે કટોકટી લાદવાના રાજપક્ષેના ર્નિણયનો પણ બચાવ કર્યો હતો, જેને પાછળથી પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.
મુખ્ય સરકારના વ્હીપ મંત્રી જ્હોન્સન ફર્નાન્ડોએ સંસદને સંબોધતા જણાવ્યું હતું કે સરકાર સમસ્યાનો સામનો કરશે અને રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયા હોવાથી રાજીનામું આપવાનું કોઈ કારણ નથી.
શ્રીલંકાની સંસદમાં કુલ સભ્યોની સંખ્યા ૨૨૫ છે. આવી સ્થિતિમાં કોઈપણ ગઠબંધન અથવા પાર્ટીને બહુમત માટે ૧૧૩ સભ્યોના સમર્થનની જરૂર હોય છે. શ્રીલંકાના મીડિયા અહેવાલો અનુસાર, સત્તાધારી ગઠબંધનના ઓછામાં ઓછા ૪૧ સભ્યોએ સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં મહિન્દા રાજપક્ષે સરકારને ૧૦૯ સભ્યોનું સમર્થન છે, જે બહુમતીથી ચાર ઓછું છે.