ક્રાઇમ

ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ૯૦ કરોડનું કોકેઈન ઝડપાયું, લાઇબેરિયાના એક વ્યકિતની અટકાયત

નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ ૯૦ કરોડ રૂપિયાના કોકેઇન સાથે લાઇબેરિયાના એક વ્યકિતની અટકાયત કરી હતી તેમ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું.ચેકિંગ દરમિયાન સિલ્વર કલરની ટ્રોલી બેગમાંથી કોકેઇનના આઠ પેકેટ મળી આવ્યા હતાં.આ આઠ પેકેટમાં બંધ કેફી પદાર્થનો રંગ સફેદ હતો.
જાે કે આ કેફી પદાર્થની ટેસ્ટ કીટથી તપાસ કરવામાં આવી હતી. કસ્ટમ વિભાગ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર પ્રાથમિક તપાસ સમુજબ કેફી પદાર્થ કોકેઇન હોવાનું જાણવા મળ્યું છે. જપ્ત કરાયેલ કોકેઇનનું વજન ૫.૯ કીલો હતું અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેનો ભાવ ૮૯.૭૪ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. કસ્ટમ વિભાગે લાઇબેરિયાના નાગરિકની ધરપકડ કરી લીધી છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button