મધ્યપ્રદેશમાં મૃત અને નિવૃત પોલીસ અધિકારીની જ બદલી કરી નાખવામાં આવી
મધ્યપ્રદેશમાં પર્યટન વિકાસ નિગમની એક જાહેરાત કેટલાક વર્ષ પહેલા ચર્ચિત થઇ હતી લાગે છે કે રાજયની સરકારી મશીનરીની હજુ પણ આજ સ્થિતિ છે કારણ કે પોલીસ વિભાગમાં એવા બે અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે જે મૃત અને સેવાનિવૃત થઇ ચુકયા છે.એ વાત અલગ છે કે ગૃહ વિભાગે તેને ટાઇપિંગની ભુલ બતાવી પૂર્વમાં જારી આદેશને રદ કરી દીધો છે.
હકીકતમાં ગૃહ વિભાગે તાજેતરમાં ૧૬૭ પોલીસ ઉપાધ્યક્ષ અને અનુવિભાગીય અધિકારીઓની બદલી કરી હતી બદલીની યાદીમાં એક મોટી ખામી સામે આવી આ વાત તેનાથી જાણી શકાય છે કે કાર્યવાહક ડીએસપી જીતેન્દ્ર યાદવનું લગભગ છ મહીના પહેલા કોરોનાથી મૃત્યુ થઇ ચુકયું હતું અને તેમની ૨૬મી વાહિની વિસ બલ ગુનાથી વાહિની વિસ બલ ગ્વાલિયર બદલી કરવામાં આવી
આવી જ એક વધુ ગડબડી સામે આવી છે.તે અનુસાર શશિભૂષણ સિંહ રધુવંશી લગભગ દોઢ વર્ષ પહેલા સેવાનિવૃત થઇ ચુકયા છે અને તેમની બદલી મુરૈના જીલ્લાના એસડીઓપી કૈલારસથી શિવપુરીની ૧૮મી બટાલિયનમાં સહાયક સેનાનીના પદ પર કરી દેવામાં આવી જાે કે જયારે ગૃહ વિભાગના ધ્યાનમાં આ વાત સામે આવી તો અવર સચિવ અન્નુ ભલાવીએ એક આદેશ જારી કરી બંન્ને બદલીઓને રદ કરી અને તેને ટાઇપિંગની ભુલ બતાવી દીધી