આરોગ્ય

સરકારી તબીબોના આંદોલનનો ચોથો દિવસ ગરીબ દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર બન્યા,ડૉક્ટરો પોતાની માગ પર અડગ

ફરી એકવાર રાજ્યભરના સરકારી ડોક્ટર હડતાળ પર છે. રાજ્યભરના અંદાજે ૧૦ હજાર સરકારી ડોક્ટર અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. સરકારે વારંવાર પડતર માગણીઓ પુરી કરવા અંગે બાંહેધરી આપવા છતાં માગણીઓ પુરી ના થતા ડોક્ટરોને આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે. રાજ્યની સરકારી, ય્સ્ઈઇજી સંચાલિત કોલેજ તેમજ ઁૐઝ્ર સેન્ટરના ડોક્ટરો તમામ પ્રકારના કામકાજથી અળગા રહી વિરોધ કરી રહ્યા છે. ત્યારે રાજ્યભરના સરકારી ડોકટરોની હડતાળનો ચોથો દિવસ છે. સરકાર તરફથી હડતાળ પૂર્ણ થાય એ દિશામાં હજુ સુધી કોઈ પ્રયાસ કરાયો નથી. તો બીજી તરફ, રાજ્યભરના સરકારી ડોક્ટરો આ વખતે ઠરાવ ના થાય ત્યાં સુધી હડતાળ ના સમેટવા મક્કમ છે. પરંતુ સરકારી ડોક્ટરો હડતાળ પર હોવાથી દર્દીઓ પરેશાન થયા છે. અનેક ઓપરેશન રદ્દ કરવાની ફરજ પડી રહી છે. ગરીબ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર થઈ રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં દર્દીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ હોવા છતાં સમયસર દર્દીઓને સારવાર આપવામાં તંત્ર નિષ્ફળ થઈ રહ્યું છે.
રાજ્યભરના સરકારી ડોકટરોના સમર્થનમાં અમદાવાદ મ્યુનિસિપલ સંચાલિત કોલેજના ડોકટર્સ આવ્યા છે. છસ્ઝ્ર સંચાલિત કોલેજના ડોકટર્સ પણ એક દિવસની હડતાળ કરી છે. એનએચએલ, શારદાબેન, એલ.જી. હોસ્પિટલના ડોક્ટરો પણ હડતાળ પર ઉતર્યા છે. ત્યારે હવે એએમસી સંચાલિત હોસ્પિટલમાં પણ ડોક્ટર્સ હડતાળ પર હોવાથી સારવાર માટે દર્દીઓને સમસ્યા સર્જાશે. ૪૫૦ એએમસીના ડોકટરો પણ સરકારી ડૉક્ટર્સના સમર્થનમાં હડતાળ પર ઉતર્યાં છે.
રાજ્યભરમાં ડોક્ટરોની હડતાળ યથાવત છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ડોક્ટરોનો અનોખો વિરોધ જાેવા મળ્યો. ઓપીડી ચાલુ રાખનાર ડોક્ટરોને અન્ય ડોક્ટરોએ બંગડી આપી હતી. ડોક્ટરોને બંગડી આપી કામથી અળગા રહેવા અપીલ કરી હતી. તો જામનગરમાં સરકારી તબીબો પણ અચોક્કસ મુદતની હડતાળ કરી સાથ પૂરાવી રહ્યાં છે. જી.જી.હોસ્પિટલ કેમ્પસ ખાતે તબીબો દ્વારા આજે હવન દ્વારા અનોખો વિરોધ દર્શાવાયો છે. જામનગર મેડિકલ અને ડેન્ટલના ૨૨૫ થી વધુ તબીબો હડતાળમાં જાેડાયા છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી.હોસ્પિટલમાં તબીબોની હડતાલના પગલે ઓપીડી અને ઇમરજન્સી સહિતની આરોગ્ય સેવાઓને ભારે અસર થી રહી છે.
વારંવાર થઈ રહેલી હડતાળ મામલે ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર રજનીશ પટેલે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૨થી પડતર માગણીઓ માટે સરકાર સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ. સરકારે અમને ૩૧ માર્ચ સુધીમાં અમારી પડતર માંગો અંગે ઠરાવ કરી દેવાશે તેવી બાંહેધરી આપી હતી. સરકારે માગેલા સમયમર્યાદા બાદ પણ અમારી માગણીઓ પુરી થઈ નથી. પડતર પ્રશ્નોના નિરાકરણ મામલે સરકારે અત્યાર સુધીમાં ૪ વખત અમને આશ્વાસન આપ્યું છે. સરકાર અમારી પડતર માગણીઓ મૌખિક રીતે સ્વીકારે છે ત્યારબાદ તેને પુરી કરાતી નથી. પૂર્વ સીએમ, ડેપ્યુટી સીએમ દ્વારા અમારી પડતર માગણીઓ અંગે ઠરાવ કરી દેવાયા બાદ નવી સરકારમાં અમારી માગણીઓ અંગેનો ઠરાવ રદ્દ થાય છે. અમે હડતાળ કરીએ એટલે અમારી માગણીઓ માની લેવાય છે, સરકારે માગણીઓ માની લીધી છે એવી જાહેરાતો કરી દેવામાં આવે છે. છેલ્લા ૩ મહિનાથી રાજ્યના તમામ ડોક્ટરો સરકારના આશ્વાસન અને વચન પર વિશ્વાસ રાખી પડતર માગણીઓનો ઉકેલ આવશે એવી આશાએ વારંવાર હડતાળ રદ્દ કરતા રહ્યા છે. અમારી પડતર માગણીઓ અંગે આજદિન સુધી કોઈ પણ આદેશ સરકારે કર્યા નથી. અમારે કોની પર વિશ્વાસ કરવો એ સમજાતું નથી, અમારી સાથે વિશ્વાસઘાત થયો છે. હવે આખરી ઠરાવ ના થાય ત્યાં સુધી હડતાળ ના સમેટવા ડોક્ટરો મક્કમ બન્યા છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button