વડોદરા ના રામપુરા-ધનોરા ગામે 7 વર્ષીય બાળકી ઉપર 22 વર્ષીય પાડોશી યુવકે આચર્યું દુષ્કર્મ, જવાહરનગર પોલીસ મથક ના PI ની કામગીરી થી ગણતરી ની મિનિટો માં જ આરોપી ની ધરપકડ થઈ,
વડોદરા ના ધનોરા-રામપુરા ગામ માં હેવાનીયત ની ઘટના સામે આવી, વડોદરા ના ધનોરા-રામપુરા ગામ ના સિમ વિસ્તાર માં રહેતા એક યુવકે તેની ઘર ની પાડોશ માં રહેતી 7 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું ,
બનાવ ની પ્રાપ્ત વિગત અનુસાર તા- 07/08/2022 ના રોજ સાંજ ના આશરે સાંજે 7:30 કલાકે બાળકી અન્ય બાળકીઓ સાથે પોતાના ઘર થી થોડે દુર આવેલ મહુડા ના જાળ નીચે મહુડા ના ફૂલ ભેગા કરતી હતી, તે દરમિયાન બાળકી ના ઘર ની બાજુમાં રહેતો કમલેશ નામનો યુવક આવી ને બાળકી ને ચોકલેટ અપાવાનું કહી ત્યાંથી લઈ ગયેલ, આરોપી કમલેશ બાળકી ને થોડે દુર અંધારામાં જ્યાં કચરો બાળવામાં આવે છે ત્યાં ટ્રેક્ટર ની પાછળ લઈ ગયેલ,
બાળકી જ્યાં મહુડા વિનતી હતી તેનાથી થોડે દુર અવાવરી જગ્યા એ આરોપી કમલેશ બાળકી ને લઈ ગયેલ, આરોપી કમલેશ દ્વારા બાળકી ના મોઢે હાથ મૂકી બાળકી ના કપડાં ઉતારી દુષ્કર્મ કરેલ, બાળકી ની સાથે મહુડા ભેગા કરતા અન્ય બાળકો દ્વારા બાળકી ના ઘરે જાણ કરતા પરિવાર બાળકી ને શોધવા નીકળ્યો હતો તો બાળકી અવાવરું જગ્યા એથી રડતા રડતા ઘર તરફ આવી રહી રહી,
બાળકી એ પોતાની માતા ને સમગ્ર ઘટના જણાવી હતી, માતા ને પોતાની બાળકી ઉપર દુષ્કર્મ થયેલ જણાઈ આવતા તાત્કાલિક કન્ટ્રોલ માં ફોન કર્યો હતો પરંતુ કોઈ કારણોસર ફોન વડોદરા કંટ્રોલ ની જગ્યા એ સુરત કન્ટ્રોલ માં ફોન લાગ્યો હતો, જેથી સુરત કંટ્રોલ દ્વારા માં પુરી વિગત મેળવી,
વડોદરા કંટ્રોલ ના ઇન્ચાર્જ ને જાણ કરવામાં આવી હતી, જેથી વડોદરા કંટ્રોલ ના ઇન્ચાર્જ દ્વારા જવાહરનગર પોલિસ સ્ટેશન ના PI એસ,એસ,આનંદ નો સંપર્ક કરવામાં આવે અને તમામ વિગત જણાવેલ,
ઘટના ની જાણ થતાં ની સાથે જ જવાહરનગર પોલીસ સ્ટેશન ના PI એસ,એસ,આનંદ તાત્કાલિક પોતાની ટીમ લઈને ઘટના સ્થળે પોહચી ગયા હતા, અને અને ગણતરી ના મિનિટો માં આરોપી ની ધરપકડ કરી, તેના વિરુદ્ધ દુષ્કર્મ અને પોસ્કો હેઠળ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી.
#NSNEWS #NAITIKSAMACHAR #RAPE #376AB #POSCO #POLICE #CRIME