દેશ દુનિયા
દેશની બેન્કો આગામી ૧૮ એપ્રિલથી સવારે નવ વાગ્યે ખુલશે
દેશમાં કોરોનાકાળની સમાપ્તી સાથે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા બેન્કીંગ સમયમાં ફેરફાર કરવા જઈ રહી છે.ત્યારે દેશની તમામ નાણાકીય સંસ્થાઓ સવારે ૯ વાગ્યાથી કામકાજ શરૂ કરશે.
જે અંગેની આરબીઆઈએ તેની નવી ધિરાણનીતિ જાહેર કરી તેની સાથોસાથ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતાદાસે સ્પષ્ટ કર્યુ હતું કે ૧૮ એપ્રિલ ૨૦૨૨થી દેશની નાણાંકીય સંસ્થાઓ સવારે ૯ વાગ્યે ખુલશે.આમ આ અગાઉ સવારે નવ વાગ્યાથી કામકાજનો સમય હતો પરંતુ કોરોનાને કારણે તેમાં એક કલાકનો ઘટાડો કરાયો હતો,જે હવે પુર્વવત કરી દેવામાં આવ્યો છે.આમ બેંકો સવારે ૯ થી ૪ વાગ્યા સુધી જાહેર કામકાજ માટે ખુલ્લી રહેશે.જેમા વચ્ચે ૩૦ મીનીટ રીશેષનો રહેશે.