આરોગ્ય

ભેળસેળવાળું દૂધ વેચવા અંગેના કેસમાં ૨૩ વર્ષ બાદ આરોપીને આજીવન કેદની સજા અને ૨૦ હજાર રૂપિયાનો દંડ

પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં ભેળસેળવાળું દૂધ વેચવા અંગેના કેસમાં ૨૩ વર્ષ બાદ કોર્ટે પોતાનો ર્નિણય સંભળાવ્યો છે. કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને ૨૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ર્નિણય ઉપલી કોર્ટના જજ રાખી સિંહની અદાલતે આપ્યો છે. મદદનીશ સરકારી વકીલ સર્વેશ્વર મણિ ત્રિપાઠીએ કહ્યું છે કે આ કે ૧૭ મે ૧૯૯૯નો છે.

અહીં ઓફિસર ગેટ કોલોની પાસે તત્કાલિન ફૂડ ઈનસ્પેક્ટર એમએલ ગુપ્તાએ ત્રણ ગોવાળો પાસેથી દૂધના નમૂના લીધા હતા. દૂધમાં ભેળસેળ મળી આવતા આ મામલામાં ચૌક પોલીસ સ્ટેશન ક્ષેત્રના ખજુરિયા નિવાસી રામસજન વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો હતો. કેસ કરવામાં આવ્યા બાદ આરોપ પત્ર કોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં ૨૩ વર્ષોથી આ કેસ ચાલી રહ્યો હતો.સુનવાણી દરમિયાન સરકારી વકીલ દ્વારા પુરાવા સાથે ચારેય ગોવાળોની ગવાહી કરવામાં આવી હતી. પછી કોર્ટે આરોપી ગોવાળાને આજીવન કારાવાસની સજા કરવાની સાથે ૨૦ હજાર રૂપિયાનો દંડ પણ કર્યો હતો. શાહજહાપુરમાં ૧૯૯૭માં ઝેરી લોટમાંથી બનાવવામાં આવેલી રોટલી ખાવાના લીધે ૧૪ લોકોના મોત થયા હતા. આ અંગે પણ કોર્ટે ૨ લોકોને આજીવન કેદની સજા કરી હતી.

તેની સાથે બંને આરોપીને ૬૦-૬૦ હજારનો દંડ પણ ફટકાર્યો હતો. અદાલતનો આ ર્નિણય ૨૫ વર્ષ પછી આવ્યો હતો. ઉપલી કોર્ટે ર્નિણય જાહેર કરતા દુકાનદાર સત્યનારાયણ અગ્રવાલ અને રાકેશ કુમારને દોષી ઠેરવ્યા હતા. કોર્ટે સજા સંભળાવતા બંનેને આજીવન કેદની સજા કરી હતી. અસલમાં ૧૯૯૭માં રોઝા પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં ઈંટના ભઠ્ઠા પર કામ કરનારા મજૂરો અને આસપાસના લોકોએ બે દુકાનોમાંથી લોટ ખરીદ્યો હતો. તેમાંથી તેમણે રોટલીઓ બનાવીને ખાધી હતી અને પછી તેમના પેટમાં અચાનક દુખાવો ઉઠતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા બાદ, એક પછી એક તમામ ૧૪ લોકોના મોત થયા હતા. મરનારામાં કેટલાંક બાળકો પણ સામેલ હતા. આ કેસની તપાસ બાદ પોલીસે ઘણા લોકોને આરોપી બનાવ્યા હતા.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button