અશોક ગહલોતે સંન્યાસ લઇ લેવો જાેઇએ,તેમની પાર્ટીના લોકો પણ ઇચ્છે છે ઃ ગજેન્દ્રસિંહ શેખાવત

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ટ્વીટ કરી કહ્યું છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત અપ્રાસંગિક થઇ ચુકયા છે. તેમની જેમ તેમની રાજનીતિની પધ્ધતિ પણ અપ્રાસંગિક થઇ ચુકી છે.તેમણે હવે રાજનીતિથી સંન્યાસ લઇ લેવો જાેઇએ તેમની પાર્ટીના લોકો પણ આજ ઇચ્છે છે.
શેખાવતે લખ્યું છે કે ગહલોતના નિવેદનોથી મને જાેધપુરમાં તેમના પુત્રની હારની ખીજ સંભળાઇ રહી છે તે આજ સુધી જોધપુર લોકસભા બેઠકના પરિણામ ભુલ્યા નથી તેમાં જનતા જનાર્દને મોદીજીને વડાપ્રધાન બનાવવા માટે મને આશીર્વાદ આપ્યા હતાં તેઓ ત્યારથી મને પોતાના સૌથી મોટા શત્રુ માની બેઠા છે પરંતુ તેમનાથી મને સહાનુભુતિ છે.
તેમણે કહ્યું કે તેઓ મને ઉશ્કેરવા માટે ફકત સરકારી મશીનરીનો દુરૂપયોગ કરે છે એટલું જ નહીં ખુદ મનફાવે તેવા નિવેદન આપતા રહે છે મેં તો તેમને પડકાર આપ્યો હતો કે તે મોદી પર લગાવવામાં આવેલ પોતાના આરોપો સાબિત કરી બતાવે. તે પ્રમાણ આપવાની જગ્યાએ મુખ્ય મુદ્દાને ચર્ચામાં ગુંચવવા ઇચ્છે છે.એ યાદ રહે કે મુખ્યમંત્રી ગહલોતે મીડિયા કર્મચારીઓ સાથેની વાતચીતમાં શેખાવત પર નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું હતું કે રાજસ્થાનના આપણા જળશક્તિ મંત્રી છે ઓછામાં ઓછી એક પરિયોજના તો રાષ્ટ્રીય પરિયોજના જાહેર કરાવે એટલી પણ તેમની ઓકાત નથી તે કેવા મંત્રી જે વડાપ્રધાનને રાજી કરી શકતા નથી
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે કહ્યું હતું કે દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોંથી સાંભળવા ઇચ્છે છે કે હિંસા કોઇ કીંમત પર સહન કરાશે નહીં ગહલોતે કહ્યું કે વડાપ્રધાન દેશને સંબોૅધિત કરે કે હિંસા કોઇ પણ કરશે પછી ભલે તે કોઇ જાતિ કે ધર્મનો હોય તેને છોડવામાં આવશે નહીં કાનુન પોતાનું કામ કરશે વડાપ્રધાન જ રાજય સરકારોને નિર્દેશ આપે કે તે પોતાનું કામ કરે રાજય સરાકરોની ફરજ હશે કે કાનુન અનુસાર કામ કરે ગહલોતે કહ્યું હતું કે દેશમાં ઠેર ઠેર તનાવ થઇ રહ્યો છે હિંસા થઇ રહી છે આ દેશહિતમાં નથી
એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે કરૌલીમાં થયેલ તોફાન મામલામાં સરકારે પોતાનું કામ કર્યું છે લોકોની ધરપકડ થઇ રહી છે ભાજપના નેતાઓ જાણીજાેઇ રાજનીતિ કરી રહ્યાં છે કારણ કે રાજયમાં વિધાનસભા ચુંટણી નજીકમાં છે. રાજયના ભાજપ નેતાઓને ઉપરથી ઇશારો છે કે કોઇ પણ તનાવ પેદા કરો કોઇ પણ રીતે વાતાવરણ ખરાબ કરો હિન્દુ મુસ્લિમને લઇ મતોનું ધ્રુવીકરણ કરો જેથી ચુંટણીમાં લાભ થાય પરંતુ જનતા હવે તેમને ઓળખી ગઇ છે. તેમણે કહ્યું કે વર્તમાન સમયમાં દેશમાં પ્રેમ ભાઇચારાને વધારવાની જરૂર છે