ભારત

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એક મહિલાએ પીએમ મોદીને મદદ માટે અપીલ કરી

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એક મહિલાએ પીએમ મોદીને મદદ માટે અપીલ કરી છે. વાસ્તવમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એક મહિલા પર સામૂહિક બળાત્કાર થયો હતો. મહિલા તેની સાથે આ ગુના સામે ન્યાય માટે સતત આજીજી કરી રહી છે, પરંતુ તેને ન્યાય મળ્યો નથી, ત્યારબાદ તેણે પીએમ પાસે મદદ માંગી છે.

વડાપ્રધાન પાસે મદદ માંગનાર મહિલાનું નામ મારિયા તાહિર છે. તેનું કહેવું છે કે તેને અને તેના બાળકને પાકિસ્તાનમાં જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. એક ઈમોશનલ વીડિયો શેર કરતા તેણે કહ્યું કે, હું ગેંગ રેપ પીડિતા છું અને છેલ્લા સાત વર્ષથી ન્યાય માટે લડી રહી છું. હું પીએમ મોદી પાસે આશ્રય માંગું છું કારણ કે પીઓકેની પોલીસ, સરકારો અને ન્યાયતંત્ર આ સાત વર્ષમાં મને ન્યાય અપાવી શક્યા નથી.

મારિયા કહે છે કે આ વીડિયો દ્વારા હું પીએમ નરેન્દ્ર મોદીને અપીલ કરવા માંગુ છું કે મને ભારત આવવાની પરવાનગી આપે. અહીં તેનો અને તેના બાળકનો જીવ જાેખમમાં છે. મારિયાએ કહ્યું કે તેના બાળકને મારી નાખવાની ધમકી મળી રહી છે. અહીંની પોલીસ અને રાજકારણી ચૌધરી તારિક ફારૂક મને અને મારા બાળકને ગમે ત્યારે મારી શકે છે, તેથી હું ઁસ્ પાસે મને ભારતમાં રહેવા માટે જગ્યા આપવા અને સુરક્ષા આપવા માટે પરવાનગી માંગું છું.

મારિયા વર્ષ ૨૦૧૫થી તેની સાથે થયેલા જઘન્ય અપરાધમાં સામેલ લોકોને કડક સજા કરાવવાનો પ્રયાસ કરી રહી છે. તેણે અગાઉ એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં ૨૦૧૫માં બનેલી આઘાતજનક ઘટના વિશે જણાવવામાં આવ્યું હતું. તે વીડિયોમાં તે લોકોના નામ પણ આપી રહી છે જેમણે ગુનો કર્યો હતો.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button