ભારત

પૈસા બેગણા કરવાની લાલચ આપી ૩૦૦ કરોડની છેંતરપીડી

ઉત્તરપ્રદેશના હાપુડમાં તાકિદે ઠગો પર બાબાનું બુલડોઝર ચાલશે.૧૮ મહીનામાં પૈસા બેગણા કરવાની લાલચ આપી ૩૦૦ કરોડની ઠગી કરવાના મામલામાં પોલીસે એક કંપનીના ડાયરેકટર સહિત છ આરોપીઓની ધરપકડ કરી હતી હવે હાપુડના ડીએમ અનુજ સિંહ અને એસપી દીપક ભુકરે બહાદુરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના આરોપી અશોકના છેતરપીડી કરી ઉભા કરેલા કરોડોના સામ્રાજયને ધ્વસ્ત કરી દીધુ છે.

હકીકતમાં નિફટેક ગ્લોબલ કંપનીના ડાયરેકટર સહિત છ આરોપી દિલ્હી એનસીઆરના અલગ અલગ વિસ્તારોમાં રહેનારા લોકોને ૧૮ મહીનામાં નાણાં બેગણા કરવાની લાલચ આપી છેંતરપીડી કરતા હતાં આમ કરી તેમણે લગભગ ૩૦૦ કરોડ રૂપિયાની છેંતરપીડી કરી હતી હવે આ છ આરોપીઓની ૧૪ કરોડ ૪૬ લાખ રૂપિયાની સંપત્તિને અટેચ કરી છે. લોકોને રૂપિયા બેગણા કરવાની લાલચ આપી છેંતરપીડી કરનારા આ આરોપીઓની વિરૂધ્ધ જનપદ હાપુડ,ગાઝિયાબાદ નોઇડા બુલંદશહેર સહિત અનેક જીલ્લામાં લગભગ બે ડઝનથી વઘુ કેસ દાખલ છે.પોલીસે અત્યાર સુધી આરોપીઓની લગભગ ૨૧ કરોડ ૭૦ લાખ રૂપિયાની સંપત્તિને અટેચ કરી છે જેના પર હવે બાબાનું બુલડોઝર ચાલશે

એ યાદ રહે કે યુપીમાં યોગી સરકાર ૨.૦ બનાવ્યા બાદથી અપરાધીઓ માફિયા અને દબંગોની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.કાનુન તોડનારા આવા લોકોની વિરૂધ્ધ બાબાનું બુલડોઝર ફરી રહ્યું છે બીજીવાર સરકાર બનતા જ અત્યાર સુધી પ્રદેશના અનેક ભૂમાફિયાની ગેરકાયદેસર ઇમારતો પર બુલડોઝર ફરી વળ્યું છે અને આવી ગેરકાયદેસર ઇમારતોને ધ્વસ્ત કરી જમીન મુકત કરાવવામાં આવી છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button