ભારત

મેરઠના વિક્ટોરિયા પાર્ક અગ્નિકાંડ કેસમાં ૧૬ વર્ષ બાદ વળતર અંગે સુપ્રીમનો આદેશ

મેરઠના વિક્ટોરિયા પાર્ક અગ્નિકાંડ કેસમાં મોટો ર્નિણય આવ્યો છે. કોર્ટે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને ઉચિત વળતર આપવા માટે એડીજી રેંકના અધિકારીની નિમણૂક કરવાનો આદેશ આપ્યો છે. વર્ષ ૨૦૦૬માં થયેલા આ ભીષણ અગ્નિકાંડમાં ૬૫ લોકોના દર્દનાક મોત થઈ ગયા હતા જ્યારે, ૮૧ લોકો ગંભીરરૂપે દાઝી ગયા હતા. આ અકસ્માત બાદ મૃતકોના પરિવારજનોએ પ્રશાસન વિરુદ્ધ કોર્ટનો દરવાજાે ખખડાવ્યો હતો.

એ યાદ રહે કે મેરઠ સ્થિત વિક્ટોરિયા પાર્કમાં ૧૦ એપ્રિલ, ૨૦૦૬ના રોજ લાગેલા ઉપભોક્તા મેળામાં ભીષણ આગ લાગી ગઈ હતી. ૩ દિવસ સુધી ચાલનારા આ મેળાના છેલ્લા દિવસે આ અકસ્માત થયો હતો. જે સમયે આગ લાગી એ વખતે મેળામાં લગભગ ૩ હજાર લોકો ઉપસ્થિત હતા. જે વખતે આગ લાગી એ વખતે આગ પર કાબૂ મેળવવા માટે કોઈ સામાન ઉપસ્થિત નહોતો. જાેતજાેતામાં આગ ફેલાતી ગઈ અને આખો પંડાલ આગના ગોળામાં બદલાઈ ગયો. આ અગ્નિકાંડ એટલો ભયાનક થઈ ગયો કે ઘણા પરિવારોની જિંદગીઓ બરબાદ થઈ ગઈ.

પત્ની સાથે મેળામાં ગયેલા મનોજ મિશ્રા, રાકેશ ગિરધર અને રાકેશ ખટ્ટર જણાવે છે કે પ્લાસ્ટિકનો પંડાલ પિગળીને આગના ગોળો બનીને પડી રહ્યો હતો. લોકો જીવ બચાવવા માટે મુખ્ય દરવાજા તરફ ભાગી રહ્યા હતા. આગની જ્વાળાઓથી ઘેરાયેલા કેટલાક લોકો કોઈક રીતે બહાર નીકળી આવ્યા અને જમીન પર પડી ગયા. કેટલાક તો પોતાને બચાવવા માટે છાણના ઢગલામાં ભરાઈ ગયા. મેળા પરિસર બહાર શહેરના લોકો પણ એકત્ર થઈ ગયા જેનાથી જેટલી મદદ થઈ શકતી હતી બધાએ કરી પરંતુ, કેટલાક માટે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. મનોરંજન પાર્કના રહેવાસી નરેશ તાયલ જણાવે છે કે, શવોની ઓળખ કરવી મુશ્કેલ હતી. સળગેલા શરીર જાેઈને એ ફરક કરી શકતા નહોતા કે પૂતળા છે કે પછી માણસ.

અકસ્માત બાદ લોકોનો પ્રશાસન પર ગુસ્સો ફૂટી પડ્યો. કહેવામાં આવે છે કે મેળામાં આગ પર કાબૂ મેળવવા માટે કોઈ સંશાધન ઉપલબ્ધ નહોતા એટલે સમય રહેતા આગ પર નિયંત્રણ મેળવી શકાયું નહીં જેથી આગ ફેલાતી જ ગઈ. લોકોએ પ્રશાસન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. પરિવારજનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ૨૦-૨૦ લાખ રૂપિયા વળતર તરીકે આપવાની માંગણી કરી હતી, જેના પર મંગળવારે સુનાવણી કરતા કોર્ટે આદેશ આપ્યો છે કે મૃતકોના પરિવારજનોને ઉચિત વળતર માટે છડ્ઢય્ રેંકના અધિકારીની નિમણૂંક કરવામાં આવે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button