Uncategorized

વસિયતમાં લખાયુ હોય તો પરિવાર સિવાયની વ્યક્તિ સંપતિમાં હકકદાર

સંપતિ માલિક વસિયતમાં પરિવાર સિવાયની કોઈ વ્યક્તિને મિલ્કત આપી શકે છે અને આ સંજાેગોમાં કુટુંબ સિવાયની વ્યક્તિને પણ સંપતિમાં ભાગ મળી શકતો હોવાનો મહત્વનો ચુકાદો સર્વોચ્ચ અદાલતે આપ્યો છે. બીજા પત્નીને સંપતિ આપવાની વસીયતને અદાલતે માન્ય રાખીને ચેન્નઈ હાઈકોર્ટના આદેશને ફગાવી દીધો હતો.

આ કેસમાં સરોજા અજમાલ નામની એક મહિલાએ લોકલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. મુનિસામી ચેટીયારની પત્ની હોવાના નાતે પતિએ વસિયતમાં પોતે સંપતિ આપી હતી. પુરાવાઓને આધારે લોકલ કોર્ટે દાવો માન્ય રાખ્યો છે. પરંતુ મુનિસામીના સંતાનોએ તે સામે મદ્રાસ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. કેસ જીતનાર મહિલા અન્ય વ્યક્તિની પત્ની હોવાનું તથા તેને બે સંતાનો પણ હોવાનું માનીને હાઈકોર્ટે લોકલ અદાલતનો ચુકાદો ફગાવી દીધો હતો અને વસિયતનો લાભ મળી ન શકે તેવો ચુકાદો આપ્યો હતો.

હાઈકોર્ટના આ આદેશને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે કઈ વ્યક્તિને અન્ય સાથે કયા સંબંધ છે તે જાેવાનું નથી. પરંતુ વસિયતનું લખાણ જાેવાનુ છે. પરિવારની બહારની વ્યક્તિને સંપતિ ન આપી શકે તેવો કોઈ કાયદો નથી. વસિયત સાચી હોવાથી સંપતિ દાવો કરનારને આપવી પડે. મદ્રાસ હાઈકોર્ટના દાવાને રદ કરીને સુપ્રીમ કોર્ટે ટ્રાયલ અદાલતનો ચુકાદો માન્ય રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં એમ પણ કહ્યું કે વસિયત કરનાર હિન્દુ અવિભાજીત પરિવારના મોભી વારસાગત સંપતિ ધાર્મિક કાર્ય માટે પણ આપી શકે છે. પ્રેમ-મોહમ્મતના માટે પૈતૃક સંપતિ આપી ન શકે પરંતુ ધાર્મિક કાર્ય માટે ગીફટ કરી શકે છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button