પ્રશાંત કિશોરે સોનિયા ગાંધી સહિત કોંગ્રેસ નેતાઓ સામે પ્રેઝન્ટેશન રજૂ કર્યું

પ્રશાંત કિશોર અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની વધુ એક બેઠક શનિવારે થઈ. છેલ્લા ૧૦ મહિનામાં આ બીજીવાર છે જ્યારે પ્રશાંત કિશોરની કોંગ્રેસના દિગ્ગજ નેતૃત્વ સાથે મુલાકાત થઈ છે. અગાઉ ગયા વર્ષે જુલાઈમાં તેઓ રાહુલ, પ્રિયંકા અને સોનિયા ગાંધીને મળ્યા હતા પરંતુ તે સમયે ના તો કોંગ્રેસ પાર્ટીએ અને ના પ્રશાંત કિશોરએ આ વિશે કોઈ સત્તાકીય નિવેદન જારી કર્યુ હતુ. પરંતુ આ વખતની મુલાકાત અલગ છે. કોંગ્રેસએ આ વખતે સત્તાકીય નિવેદનમાં આ વાતનો સ્વીકાર કર્યો છેકે ૨૦૨૪માં થનારી ચૂંટણીને લઈને પ્રશાંત કિશોરએ એક પ્રેઝન્ટેશન સોનિયા ગાંધી અને બાકી કોંગ્રેસ નેતાઓના સામે રજૂ કર્યુ છે.
ગયા વર્ષે જુલાઈ અને આ વર્ષે એપ્રિલમાં થયેલી બંને મુલાકાત વચ્ચે એક નિવેદન તેમણે ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ આપ્યુ હતુ અને કોંગ્રેસ માટે કહ્યુ હતુ, નેતા એ ભ્રમમાં ના રહે કે લોકો મોદીથી નારાજ છે અને તેઓ મોદીને હરાવી દેશે. થઈ શકે છે કે તેઓ મોદીને હરાવી દે પરંતુ ભાજપ ક્યાંય જઈ રહી નથી. પાર્ટી આગામી કેટલાક દાયકા સુધી રાજનીતિમાં રહેશે. રાહુલ ગાંધીની સાથે કદાચ આ સમસ્યા છે કે તેમને લાગે છે કે સમયની વાત છે, લોકો આપને સત્તાથી નીકાળી ફેંકશે. એવુ થવાનુ નથી.
તેમણે આગળ કહ્યુ, જ્યાં સુધી આપ મોદીને સમજશો નહીં, તેમની તાકાતને સમજશો નહીં આપ તેમને હરાવવાની રણનીતિ તૈયાર કરી શકશો નહીં, હુ જે સમસ્યા જાેઈ રહ્યો છુ તે એ છે કે લોકો ના તો તેમની તાકાત સમજી રહ્યા છે અને ના એ કે તે શુ વાત છે જે તેમને પોપ્યુલર બનાવી રહી છે. જ્યાં સુધી આપ એ જાણશો નહીં, આપ તેમને હરાવી શકશો નહીં.
તે આટલે થી રોકાયા નહીં. તેમણે ભાજપ વિશે કહ્યુ, ભાજપ ભારતીય રાજનીતિનુ કેન્દ્ર બની રહેવાની છે. તે જીતે કે હારે ફરક પડતો નથી. જેવુ કોંગ્રેસ માટે ૪૦ વર્ષ સુધી હતુ તેવુ જ ભાજપ માટે પણ છે, તે ક્યાંય જઈ રહી નથી. જાે આપે રાષ્ટ્રીય સ્તરે ૩૦ ટકા વોટ પ્રાપ્ત કરી લીધા છે તો આપ સરળતાથી જઈ શકશો નહીં. પ્રશાંત કિશોર અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વચ્ચેની બેઠકને તેની ઉપર લખેલા નિવેદનને ધ્યાનમાં રાખતા પણ જાેવાની જરૂર છે.