એલન મસ્કે ઝડપથી કોકા-કોલાને ખરીદવાની વાત કહી
મસ્કે ટ્વીટ કર્યું કે હું હવે કોકા-કોલા ખરીદવા જઈ રહ્યો છું, જેમાં ફરીથી કોકેન નાખવામાં આવશે. તેમના આ ટ્વીટને લોકો અત્યા રસુધીમાં લાખોની સંખ્યામાં લાઈક અને રિટ્વીટ કરી ચૂક્યા છે. મસ્કે મંગળવારે જ ટિ્વટરને ખરીદ્યું છે. આ ટ્વીટની થોડીવાર પછી મસ્કે વધુ એક ટ્વીટ કર્યું. કહ્યું- ટ્વીટર વધુ મજાવાળી જગ્યા બનવી જાેઈએ. એના તરત પછી મસ્કે પોતાનો અગાઉનો સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યો, જેમાં તેમણે કહ્યું હતું કે હવે હું મેકડોનાલ્ડ્સ ખરીદવા જઈ રહ્યો છું અને તમામ આઈસક્રીમ મશીનને રિપેર કરી દઈશ. તેમણે મજાકમાં પોતાને જવાબ આપ્યો- સાંભળો, હું ચમત્કાર ન કરી શકું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્વટરને ખરીદ્યા પછી ટેસ્લાના ઝ્રઈર્ં એલન મસ્ક સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ દેખાઈ રહ્યા છે. તેમણે ઝડપથી કોકા-કોલાને ખરીદવાની વાત કહી છે. તેમણે કહ્યું, તે એમાં કોકેન નાખશે.
એલન મસ્કે માઈક્રો બ્લોગિંગ સાઈટને ખરીદવા માટે ૪૪ બિલિયન ડોલર, એટલે કે ૩૩૬૮ અબજ રૂપિયાની ડીલ કરી છે. ટિ્વટરના દરેક શેર માટે તેમણે ૫૪.૨૦ ડોલર(૪,૧૪૮ રૂપિયા) ચૂકવ્યા છે. તેમની પાસે પહેલેથી જ ટિ્વટરમાં ૯ ટકાનો હિસ્સો હતો. તેઓ ટિ્વટરના સૌથી મોટા શેરહોલ્ડર હતા. તાજેતરની ડીલ પછી તેમની પાસે કંપનીનો ૧૦૦ ટકા હિસ્સો છે અને ટિ્વટર તેમની પ્રાઈવેટ કંપની બની ગઈ છે.
એલન મસ્ક વિશ્વના સૌથી અમીર લોકોમાં સામેલ છે. તેઓ ટેસ્લા કંપનીના સીઇઓ છે. તાજેતરમાં જ ટિ્વટરના માલિક બન્યા છે. એલન મસ્ક સ્પેસ એક્સના ફાઉન્ડર પણ છે. ટાઈમ મેગેઝિને ૨૦૨૧માં તેમને પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કરાયા હતા. તેઓ વિશ્વની સૌથી અમીર વ્યક્તિ છે. તેમની પાસે લગભગ ૨૦.૬૮ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. મસ્ક કોઈ ને કોઈ વસ્તુને લઈને સમાચારમાં રહે છે. ક્યારેક ઘર વેચવા માટે, ક્યારેક પોતાના સેટેલાઈટ પ્રોજેક્ટ માટે તો ક્યારેક બીજા ગ્રહ પર જવાની વાતો માટે.