ક્રાઇમ

વડોદરા PCB પોલીસ નો વહીવટદાર કોણ?? શુ વડોદરા ના અન્ય પોલીસ સ્ટેશન નો પોલીસ કર્મી PCB નો વહીવટ કરી રહ્યો છે ?

વડોદરા PCB પોલીસ નો વહીવટદાર કોણ?? શુ વડોદરા ના અન્ય પોલીસ સ્ટેશન નો પોલીસ કર્મી PCB નો વહીવટ કરી રહ્યો છે ?

નોર્થ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો અને PCB નો મોહ રાખતો કોણ છે આ મકર રાશિ નો વહીવટ દાર…

અમદાવાદ શહેર મા ત્રણ થી ચાર વહીવટ દારો ની બદલી K કંપની. મા કરવામાં આવી તો વડોદરા પોલીસ કમિશ્નર કચેરી નો જમાઈ બનીને બેઠોલો આ વહીવટ દાર ઉપર પગલાં ક્યારે

વડોદરા ના પોલીસ કમિશનર દ્વારા બેફામ ચાલતા ગેરકાયદેસર દારૂ જુગાર ના ધંધા પર તવાઈ કરવામાં આવી છે, વડોદરા ના પોલીસ કમિશનર દ્વારા કેટલાય પોલીસ સ્ટેશન ના આખે આખા સ્ટાફ ની બદલી કરી દેવા માં આવી છે, તો બીજી તરફ વડોદરા ના એક પોલીસ મથક માં ફરજ બજાવતો પોલીસ કર્મી સીધો વહીવટ કરી રહ્યો છે, વડોદરા શહેર ના એક પોલીસ મથક માં ફરજ બજાવતો પોલીસ કર્મી કમિશનર સાહેબ ની સ્કોડ PCB નો વહીવટ કરી રહ્યા ની વાત ચર્ચા એ ચડી છે,
શુ અન્ય પોલીસ મથક નો કર્મચારી પોતાના વિસ્તાર ના પોલીસ મથક માં ફરજ બજાવાની જગ્યા એ પોલીસ ભવન ખાતે PCB ની ઓફિસે ફરજ બજાવી રહ્યો છે ?
અંગત માહિતગાર દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે અનુસાર વડોદરા શહેર ના એક પોલીસ મથક માં ફરજ બજાવતો એક પોલીસ કર્મી સીધો PCB પોલીસ નો વહીવટ કરી રહ્યો છે, પોતાના પોલીસ મથક માં ફરજ બજાવાની જગ્યા એ પોલીસ ભવન ખાતે PCB માં ગેરકાયદેસર ફરજ બજાવી રહ્યો છે, પોતાની નોકરી જે જગ્યા એ કરવાની છે તે જગ્યા છોડીને આ પોલીસ કર્મી વહીવટ કરવા પોલીસ ભવન ખાતે જાય છે! વડોદરા પોલીસ કમિશનર ગેરકાયદેસર ચાલતા ધંધા બંધ કરાવી રહ્યા છે તો બીજી બાજુ આવા પોલીસ કર્મી વહીવટ કરવા પોતાનું પોલીસ સ્ટેશન છોડી ને પોલીસ ભવન જાય છે,
શુ આ પોલીસ કર્મી ઉપરી અધિકારી નો અંગત છે?
શુ આ પોલીસ કર્મી ને ગેરકાયદેસર વહીવટ કરવાનો કોને કીધું?
શુ આ પોલીસ કર્મી વિરુદ્ધ કમિશનર પગલાં ભરશે??

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button