Uncategorized
શાહીનબાગમાંથી ૩૫૦ કરોડનુ ડ્રગ્સ પકડાવાના મામલાના તાર તાલિબાન સાથે જાેડાયેલા છે
દિલ્હીના બહુચર્ચિત શાહીનબાગ વિસ્તારમાંથી પકડાયેલા ૩૫૦ કરોડ રૂપિયાના ડ્રગ્સના મામલામાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ દિલ્હીથી બે અફઘાન નાગરિકોની ધરપકડ કરી છે. આ બંનેના તાર તાલિબાન સાથે જાેડાયેલા છે. પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, એનસીબીએ ગુરૂવારે શાહીનબાગ વિસ્તારમાંથી ૫૦ કિલો હાઈ ક્વોલિટી હેરોઈન અને ૪૭ કિલો બીજા માદક પદાર્થોનો જથ્થો પકડયો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત ૩૫૦ કરોડ રૂપિયા થવા જાય છે. આ કેસમાં એકની પહેલા જ ધરપકડ થઈ ચુકી છે. તેની પાસેથી ૩૦ લાખ રૂપિયા રોકડા પણ મળ્યા હતા. આ આરોપી અફઘાનિસ્તાનથી ડ્રગ્સ સપ્લાય કરતી ગેંગ સાથે જાેડાયેલો છે. તેની પાસેથી નોટો ગણવાનુ મશીન પણ મળી આવ્યુ છે.
- અધિકારીઓનુ કહેવુ છે કે, આ ગેંગનો સૂત્રધાર દિલ્હી રહે છે અને આ મામલો માત્ર નશીલા પદાર્થોની હેરાફેરીનો નહીં પણ આતંકવાદ સાથે પણ જાેડાયેલો હોઈ શકે છે. આ કેસનુ દુબઈ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે કનેક્શન છે. આ કેસમાં બીજા પણ લોકો સામેલ બોવાની આશંકા છે.