કચ્છ બાદ હવે અમદાવાદમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું
રાજ્યમાં અવાર-નવાર ડ્રગ્સ સાથે વ્યક્તિઓ પકડાતા રહે છે. ત્યારે ફરી એક વખત અમદાવાદમાંથી ૩ ઈસમો ડ્રગ્સ સાથે પકડાયા છે. આ સાથે ક્રાઈમ બ્રાન્ચે ૩ આરોપીની ધરપકડ કરી છે. આ સાથે સ્ડ્ઢ ડ્રગ્સનો જથ્થા સાથે ૯ લાખ ૮૭ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ૨૩.૩૭ લાખના પકડાયેલ ડ્રગ્સ પ્રકરણમાં જૂનાગઢ એસઓજીએ વધુ ૨ આરોપીને રાજસ્થાનથી દબોચી લીધા છે. આ અંગે મળતી વિગત મુજબ દોલતપરાની કસ્તુરબા સોસાયટી પાસે રહેતા હરેશ ભૂપતભાઇ વદરને એલસીબીએ ૨૩.૩૭ લાખના મેફડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. બાદમાં આ મામલે એસઓજી પીઆઇ એ.એમ. ગોહિલેને તપાસ સોંપાઇ હતી. તપાસ દરમિયાન આરોપીની પૂછપરછ કરતા આ ગુનામાં રાજસ્થાનના વધુ ૨ શખ્સોની સંડોવણી હોવાનું ખુલવા પામ્યું હતું. બાદમાં એસઓજી પીઆઇ એ.એમ. ગોહિલ, પીએસઆઇ જે.એમ. વાળા, વાયરલેસ પીએસઆઇ એમ.જે. કોડિયાતર તેમજ સ્ટાફે રાજસ્થાન તરફ તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, કચ્છની આઇએમબીએલ સરહદ નજીક કોસ્ટગાર્ડ અને ગુજરાત છ્જીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી મધદરિયેથી ૯ પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓને ઝડપી પાડ્યા છે. અને તેઓની પાસેથી ડ્રગ્સના ૫૫ પેકેટ જપ્ત કર્યા છે.જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ૩૦૦ કરોડ થાય છે.મહત્વનું છે કે, પાકિસ્તાન ૯ ડ્રગ્સ માફિયાઓને જખૌ ખાતે લાવવામાં આવશે.