દારૂ પીને પરેશાન કરવાની કુટેવથી કંટાળીને મહિલાએ બે બાળકો સહીત ઝેર ગટગટાવ્ય

અરવલ્લીમાં દારૂના દુષણે વધુ એક પરિવારનો ભોગ લીધો છે. વાત્રકગઢમાં એક પત્નીએ તેના પતિની દારૂ પીવાની અને દારૂ પીને પરેશાન કરવાની કુટેવથી કંટાળીને તેના બે બાળકો સહીત ઝેર ગટગટાવી લીધું છે. જેમાંથી એક બાળકનું મોત નીપજ્યું છે અને બીજું બાળક તેમજ માતા સારવાર હેઠળ છે. હાલ પોલીસે માતા વિરુદ્ધ ફરિયાદ નોંધી અને આગળ કાર્યવાહી હાથ ધરી છે. પરિવારના સામુહિક આપઘાતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આવા આપઘાત અવારનવાર થતા રહે છે ત્યારે તંત્ર અને સમાજ આપઘાત રોકવા આગળ આવવું જ પડશે.
ગાંધીના ગુજરાતમાં દારૂના કારણે અવારનવાર આપઘાત કે દુષ્કર્મ જેવા દુષ્કૃત્યો કરે છે. ત્યારે થોડા સમય પહેલા બનાસકાંઠામાં પરણિત મહિલાએ આપઘાત કર્યો હતો. વાવ શહેરમાં ગળે ટુંપો ખાઇ મહિલાએ કર્યો આપઘાત કર્યો હતો. પતિ વારંવાર દારૂના પૈસા માંગી કરતો ત્રાસ, પરણિતાના પરિવારજનોએ પતિ વિરૂધ્ધ નોંધાવી ફરિયાદ , પોલીસે મહિલાના મૃતદેહને હ્લજીન્ માટે ખસેડ્યો, ફરિયાદના આધારે મહિલાના પતિની પોલીસે અટકાયત કરી હતી.
વડોદરામાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી હતી. શહેરમાં ૧૯ વર્ષીય યુવતી સાથે તેના જ મિત્રોએ દારૂના નશામાં ચુર થઈને દુષ્કર્મ આચરતા તેણીએ આપઘાત કર્યો હતો. આ મામલે પોલીસે કેસ નોંધી યુવતીના બંને મિત્રોની ધરપકડ કરી હતી.
અન્ય એક કિસ્સામાં મામી ભાણેજના સંબંધોને લજવે તેવી એક ઘટના સામે આવી હતો. જેતપુર તાલુકાના અને વીરપુર નજીકના કેરાળી ગામની સીમમાં ૨૦ દિવસ પૂર્વે એક કૂવામાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો હતો. જેમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરી દેવમાં આવી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તપાસમાં મૃતક નિલેશ વસાવાને કૌટુંબિક મામી સાથેના પ્રેમ પ્રકરણમાં મામા વિનુભાઈ વસાવાએ જ ચિક્કાર દારૂ પીવડાવી કૂવામાં ફેંકી દઈ હત્યા કરી નાખી હતી. વીરપુર પોલીસના સૂત્રોએ જણાવ્યું કે આ બનાવમાં નીલેશ રણછોડભાઈ વસાવા(૨૫)ની હત્યા થઈ હતી. જેના આરોપી વિનુ દીપસિંગ વસાવાને પોલીસે પકડી લીધો છે.
રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના કુશળગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક શખ્સે પોતાના ચાર બાળકોનું ગળું દબાવીને પોતે આપઘાત કરી લીધો હતો. ચાર બાળકો બે વર્ષથી આઠ વર્ષની વચ્ચે હતી. બાળકોના ગળામાં રસ્સીનાં નિશાન પણ મળી આવ્યાં હતા. તેમણે કહ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું હતું કે મૃતક દારૂનો નશો કરતો હતો અને તેણે નશામાં ઘટનાને અંજામ આપ્યો. ૮-૧૦ દિવસ પહેલા તેની પત્ની સાથે તેનો વિવાદ થયો હતો, ત્યારબાદ તેની પત્ની પિયર ગઈ હતી. પોલીસે વધુ કાર્યવાહી કરી હતી