પાંચ વર્ષમાં ૬૦૦ સરકારી સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયા
ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં દરરોજ તમામ પ્રકારના હેકિંગ થાય છે. હેકર્સ ક્યારેક સરકારને નિશાન બનાવે છે તો ક્યારેક સામાન્ય લોકોને પોતાનો શિકાર બનાવે છે. લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ દરરોજ હેક થાય છે. ક્યારેક વડાપ્રધાન જેવી મોટી હસ્તીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ હેક થઈ જાય છે. જ્યારે સામાન્ય માણસ હેકિંગનો શિકાર બને છે, ત્યારે સાયબર સિક્યોરિટી કંપનીઓ લોકોને ડિજિટલ દુનિયામાં સુરક્ષિત રહેવાનું સૂચન કરે છે, પરંતુ જ્યારે સરકારી વેબસાઈટ્સ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર સાયબર હુમલા થાય છે, ત્યારે મામલો થોડો ગંભીર બની જાય છે.
માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારના ૬૦૦થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરવામાં આવ્યા છે. અનુરાગ ઠાકુરે સરકારના ટિ્વટર હેન્ડલ અને ઈ-મેઈલ એકાઉન્ટ હેક થવા અંગેના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે ૨૦૧૭થી અત્યાર સુધીમાં આવા ૬૪૧ એકાઉન્ટ હેક થયા છે.તેમણે કહ્યું કે આ વર્ષે અત્યાર સુધીમાં ૨૦૧૭માં કુલ ૧૭૫ એકાઉન્ટ, ૨૦૧૮માં ૧૧૪ એકાઉન્ટ, ૨૦૧૯માં ૬૧, ૨૦૨૦માં ૭૭, ૨૦૨૧માં ૧૮૬ અને ૨૮ સરકારી સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયા છે. તેમણે કહ્યું કે આ માહિતી ભારતીય કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ભવિષ્યમાં આવા હેકિંગને રોકવા માટે સરકાર દ્વારા લેવામાં આવતા પગલાં વિશે પૂછવામાં આવતા મંત્રીએ કહ્યું કે ઝ્રઈઇ્-ૈહની સ્થાપના સાયબર સુરક્ષાને વધારવા માટે કરવામાં આવી હતી. તે નવીનતમ સાયબર ધમકીઓ અને ડિજિટલ તકનીકોના સુરક્ષિત ઉપયોગની ખાતરી કરવા માટે નિયમિત ધોરણે તેમને ટાળવાનાં પગલાં અંગે ચેતવણીઓ અને સલાહ આપે છે. તેમણે કહ્યું કે વપરાશકર્તાઓને તેમના ડેસ્કટોપ, મોબાઈલ/સ્માર્ટફોનને સુરક્ષિત રાખવા અને ફિશિંગ હુમલાઓને રોકવા માટે સિક્યોરિટી ટિપ્સ સમયાંતરે જાહેર કરે છે.