રાજકારણ

કોરોનાના મોત મામલે ડબ્લ્યુએચઓ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાના આધારે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા

વિજ્ઞાન નહીં વડાપ્રધાન મોદી ખોટું બોલે છે. કોરોનાથી ૪૭ લાખ મોત થયાના દાવાનું સમર્થન આપી વળતરની માંગણી કરી

વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ભારતમાં કોરોનાથી થયેલા મોતના આંકડા જાહેર કર્યા બાદ રાજકીય ગરમાવો વધ્યો છે.ત્યારે હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદી પર નિશાનો સાધ્યો છે. કોરોનાથી થયેલા મોત મામલે તેમણે ટિ્‌વટ કરતા જણાવ્યું છે કે ‘કોરોના મહામારીને કારણે ૪૭ લાખ ભારતીયોના મોત નીપજ્યા . ૪.૮ લાખ નહી. વિજ્ઞાન જુઠ્ઠુ ન બોલે. મોદી બોલે છે.’ એ પરિવારોનું સન્માન કરો જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. અનિવાર્ય રુપથી ૪ લાખ વળતર આપીને તેમનું સમર્થન કરે. આ સાથે ટિ્‌વટમાં રાહુલ ગાંધીએ ડબ્લ્યુએચઓની રિપોર્ટ પર ટિ્‌વટ કરી છે.

મહત્વનું છે કે આ પહેલા રાહુલ ગાંધીએ મોદી સરકારને પેન્શન મામલે ઘેર્યા હતા. તેમણે પૂર્વ સૈનિકોને એપ્રિલ મહિનાથી પેન્શન ન મળવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે દૈનિક સમાચાર પત્રમાં પ્રકાશિત એક રિપોર્ટનો હવાલો આપતા અપ્રત્યક્ષરુપથી જણાવ્યુ હતું કે નરેન્દ્ર મોદી સરકાર સૈનિકો અને દેશનું અપમાન કરી રહી છે. ટિ્‌વટર પર રાહુલ ગાંધીએ લખ્યું “ર્ંહી ઇટ્ઠહા, ર્ંહી ઁીહર્જૈહ ” ના છેતરપિંડી બાદ હવે મોદી સરકાર ‘છઙ્મઙ્મ ઇટ્ઠહા, ર્દ્ગં ઁીહર્જૈહ’ની નીતિ અપનાવી રહી છે. સૈનિકોનું અપમાન દેશનું અપમાન છે. સરકારે પૂર્વ સૈનિકોને પેન્શન જલ્દીથી જલ્દી આપવું જાેઇએ

કોરોનાના કારણે થયેલા મોતને લઈને ઉૐર્ંએ એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં ભારતમાં કોરોનાના કારણે ૪૭ લાખ લોકોથી વધારે લોકોના મોત થયા છે પરંતુ ભારત પાસે જે આંકડો છે..તે પાંચ લાખ મોતની આસપાસનો છે…જેના કારણે ભારત સરકારે ડબ્લ્યુએચઓની રિપોર્ટ પર વિરોધ કર્યો છે…ભારતે આ આંકડાઓ પર સવાલો કર્યા છે….જે ટેકનિક કે મોડલ દ્વારા ડબ્લ્યુએચઓએ આ આંકડા ભેગા કર્યા છે…તે યોગ્ય નથી…ડબ્લ્યુએચઓએ જૂની રીત અને મોડલ અનુસાર મોતના આકંડા જાહેર કર્યા છે…સરકાર કહ્યું કે ડબ્લ્યુએચઓએ જે આંકડા જાહેર કર્યા છે..ત માત્ર ૧૭ રાજ્યોના છે…અને તે રાજ્યો ક્યા છે તેને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ કહ્યું હતું કે ભારતમાં કોરોના વાઇરસને કારણે ૪૭ લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે, જાેકે સરકારે ડબ્લ્યુએચઓના આંકડાઓનો વિરોધ કર્યો છે. એ ઉપરાંત કહ્યું છે કે ડબ્લ્યુએચઓએ જે પ્રમાણે ડેટા ભેગા કર્યો છે એ શંકાસ્પદ છે. જ્યારે હવે વિપક્ષ દ્વારા ડબ્લ્યુએચઓ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાના આધારે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ આ મુદ્દે નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. એ સાથે જ મૃતકોનાં પરિવારજનોને વળતર આપવાની માગ કરી છે

રાહુલ ગાંધીએ ટ્‌વીટ કર્યું છે કે કોવિડ મહામારીને કારણે ૪.૮ લાખ નહીં, ૪૭ લાખ ભારતીયોના જીવ ગયા છે. મોદી કહે છે એવું, વિજ્ઞાન કદી ખોટું ના બોલે. તે પરિવારોનું સન્માન કરવું જાેઈએ, જમણે આ મહામારીમાં તેમનાં પરિવારજનો ગુમાવ્યા છે. તેમને ૪ લાખ રૂપિયાનું વળતર આપીને મદદ કરવી જાેઈએ.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે ભારત ડબ્લ્યુએચઓ દ્વારા આ સર્વે જે મોડલના આધારે કર્યો છે એનો વિરોધ કરે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ મોડલની પ્રક્રિયા, કાર્યપ્રણાલી અને પરિણામનો ભારત વિરોધ કરે છે

કેન્દ્ર સરકારના એક અધિકારીએ કહ્યું હતું કે આ ડેટા ૧૭ રાજ્યના આંકડાના આધારે છે. આ રાજ્યોને કયા આધારે પસંદ કરાયા, ડેટા ક્યારે લેવાયો એની માહિતી પણ ભારત સરકારને નથી અપાઈ. સરકારે આ મુદ્દે અત્યારસુધી દસ પત્રો પણ લખ્યા છે, જેનો ડબ્લ્યુએચઓએ જવાબ પણ નથી આપ્યો

સરકારી આંકડા પ્રમાણે, ભારતમાં કોરોનાથી ૫.૨૪ લાખ લોકોનાં મોત થયાં છે. ડબ્લ્યુએચઓનું કહેવું છે કે અનેક દેશોએ કોરોનાથી થયેલાં મૃત્યુ ઓછાં દર્શાવ્યા છે, તેથી દુનિયામાં કોરોનાથી ફક્ત ૬૨ લાખ લોકોનાં મોત થયાંનું નોંધાયું છે.ડબ્લ્યુએચઓના રિપોર્ટની વાત કરીએ તો તેના અનુસાર છેલ્લા બે વર્ષમાં ૧.૫ કરોડ લોકોના મોત કોરોનાને કારણે અથવા સમયસર સારવાર ન મળવાથી થયા છે. તે જ સમયે, ભારતનો આંકડો ૪૭ લાખથી વધુ હોવાનું કહેવાય છે. આ અંગે ડબ્લ્યુએચઓના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે કહ્યું છે કે આ ખૂબ જ ગંભીર આંકડા છે… ..

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button