વડોદરા દશરથ ની પાનપરાગ કંપની દ્વારા પ્રદુષિત પાણી છોડવાથી જમીન અને તળાવ પ્રદુષિત થયા,

વડોદરા દશરથ ની પાનપરાગ કંપની દ્વારા પ્રદુષિત પાણી છોડવાથી જમીન અને તળાવ પ્રદુષિત થયા,
વડોદરા તાલુકા દશરથ ગામની પાછળ આવેલ આજોડ રોડની ની બાજુમાં (દશરથ ઇન્દિરા નગર) પાસે આવેલ પાનપરાગ નામની કંપની આવેલ છે જ્યાં તે કંપની નુ પ્રદુષણ વાડુ પાણી છેલ્લા કેટલાય સમયથી કંપની ની બાજુમાં આવેલ તળાવ માં છોડવામાં આવતુ હતુ.
પરંતુ લોકોની ફરિયાદના આધારે પાણી તો છોડવાનું બંધ કરેલ છે, પરંતુ તળાવનુ પાણી એક દંમ લીલા કલરનુ તથા દુરગંધ મારતુ હોય જેથી આ તળાવના પાણીના ટીડીએસ ચેક કરવાની પટ્ટીથી ચેક કરતાં આ તળાવના પાણી ના ટીડીએસ આઠ ટકાથી વધારે જોવા મળેલ હતા.
ત્યાર બાદ કંપની એ રોડની બાજુમાં એક મોટો ખાડો ખોદી પ્રદુષણ વાળૂ પાણી ભેગુ કરવા એક મોટો ખોદેલો જોવા મણેલો હતો, તે ખાડામાં કંપનીનુ નિકળતું પાણી લાઈવ જોવા મણેલ હતુ, જેથી તે પાણી પાણીના ટીડીએસ ચેક કંરતા દશથી વધારે ટીડીએસ જોવા મણેલા હતા.
આવા ખુલ્લા પ્રદુષણ વાડા પાણી જો કોઈ પસુ પક્ષી જાનવર ના પીવા માં આવે તો તેના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ સકે તેમ છે.
વધુ માં આ પાન પરાગ કંપની માં નીચે મુજબ જાન્ચ થઈ જોઈએ
આ પાનપરાગ કંપની દ્વારા સરકાર ને કેટલો ટેક્સ ચુચવવામાં આવે છે ?
GPCB માંથી કઈ કઈ પરવાનગી મળેલ છે?
વેસ્ટ પાણી નો નિકાલ ક્યાં કરે છે?
અત્યાર સુધી કેટલું વેસ્ટ પાણી CETP માં જમા કરાવ્યું?
પાન મસાલા માં ઉપયોગી કાથો અને સોપારી ક્યાંથી અને કેવી રીતે ખરીદી કરે છે?
કંપની માં કયું કયું કેમિકલ વપરાય છે?
કેટલા કેટલા અલગ અલગ જગ્યા એ ગેરકાયદેસર ગોડાઉન છે?
આ કંપની ના તમામ ગોરખધંધા ને ઉજાગર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સરકાર ઉપર દબાણ લાવવામાં આવશે.
ભૂતકાળ માં આ પાનપરાગ કંપની ના અનેક વખત અનેક પ્રકારની રેડ પડેલી , પાનપરાગ કંપની ના ગોરખધંધા અને કેટલોય ભ્રષ્ટચાર કર્યો હોવાની વાત પણ જાણવા મળેલ,
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર(NS NEWS)